સુરત (Surat) : મર્સીડીઝ બેન્ઝ (Mercedes Benz) જેવી લકઝરી ગાડીમાં 1.63 લાખનો દારૂનો (Liquor) જથ્થો વેસુ પોલીસે (Police) ઝડપી પાડયો હતો. તેમાં થાર (Thar) અને મર્સીડીઝ બેન્ઝ પોલીસે ઝબ્બે કરી હતી. 46.88 લાખની કારના કબજાની સાથે આરોપીઓની પણ પોલીસે ધરપકડ (Arrest) કરી હોવાની વિગત જાણવા મળી છે.
- સુરતમાં લક્ઝરીયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા જમીન દલાલ સહિત ડ્રાઈવરને વેસુ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યા
- મર્સિડીઝ બેન્ઝના માલિકને ખબર જ નહોતી કે તેની ગાડી દારૂનો જથ્થો લાવવા માટે વપરાઇ રહી છે
મધ્યપ્રદેશથી દારૂનો માલ લાવનાર મનીષ મર્સીડીઝ ગાડી તેના મિત્રની હોવાની વાત કરી રહ્યો છે, પોલીસને શંકા છે કે આ ગાડી કોઇ બિલ્ડરની છે જે અને તેની જાણ બહાર વાપરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાઓથી બેકાર રહેતા મનીષે આ દારૂનો ધંધો શરૂ કર્યો હોવાની વાત પોલીસને કરી છે.
સુરતમાં લક્ઝરીયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા જમીન દલાલ સહિત ડ્રાઈવરને વેસુ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યા હતા. વેસુ પોલીસના જણાવ્યા અનુસાર પ્રોહીબિશનની પ્રવૃત્તિને અટકાવવા પેટ્રોલિંગમાં રહેલી વેસુ પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશ ખાતેથી લઝરીયસ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ આવતા જમીન દલાલ મનીષકુમાર મનહરસિંહ અને ડ્રાઇવર રાજેશ મોરારી શર્માને ઝડપી પાડ્યા હતા.
બંનેની લક્ઝરીયસ કારમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. દરમિયાન મર્સીડીઝના માલિકની જાણ બહાર તેની ગાડી વાપરવામાં આવતી હોવાની વિગત જાણવા મળી છે.
પારડીના મોટાવાઘછીપા ગામે 4 મહિલાઓ રિક્ષામાં દારૂની હેરાફેરી કરતી પકડાઈ
પારડી: (Pardi) પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામે રિક્ષામાં સુરત-નવસારીની (Surat Navsari) મહિલાઓને દારૂની (Alcohol) હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડી હતી. પારડી પીઆઇ બી.જે. સરવૈયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પારડીથી ચીવલ તરફ જતા રોડ ઉપર મોટાવાઘછીપા ગામે રિક્ષા આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 266 જેની કિં.રૂ. 30 હજારનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રિક્ષા ચાલક સરફરાજ શૌકત ભઠ્ઠીવાલા (રહે.વલસાડ કોસંબા રોડ)ને ઝડપી પાડી દારૂ લઈ જતી મહિલા મંગીબેન રમણ વસાવા (રહે સુરત), રજનીકૌર કાલુસિંગ લબાણા (રહે નવસારી), નયના ચંદ્રકાંત રાણા અને પુષ્પા મુકેશ સોલંકી (બંને રહે.સુરત) સહિત ચારે મહિલાઓ અને ચાલક સહિત પાંચની ધરપકડ કરી હતી. રિક્ષા સહિત કુલ રૂ.40,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.