Charchapatra

પોલીસ પ્રશાસનનો નમ્ર સંદેશ

વોટ્સએપ પર પોલિસ પ્રશાસનનો નમ્ર સંદેશ વાંચ્યો. “શિક્ષક દયા બતાવી શકે છે, પણ પોલીસ નહીં!” માતાપિતાને સાવધાન કરતો સંદેશ સાચે જ શિક્ષકો અને શાળા પ્રશાસન બાળકોના દુશમન હોય એવું વર્તન કરતા પેરેન્ટ્સ માટે દિશા સૂચક છે. સતત બાળકોનું હિત ઇચ્છનાર, પ્રેમ, કરુણા, સંવેદના અને સંસ્કારની સાથોસાથ શિક્ષણ માટે પ્રેરિત કરતાં શિક્ષકો આદરણીય છે.એ સત્ય ભૂલીને સમાજની અને બાળકોની સામે શિક્ષક પર હુમલાઓ, અભદ્ધ ભાષા પ્રયોગ કરતાં વાલીઓ પોતાના સંતાનોને અસામાજિક પ્રવૃત્તિ કરવાની સીધીજ છૂટ આપે છે એ વાત ભૂલવી ન જોઈએ.

બાળક શાળામાં જેટલો સમય રહે છે એનાં કરતાં વધુ સમય ઘરે રહે છે.ઘરનું ભાવવરણ,માતાપિતાનો આંધરો પ્રેમ,પૂરતો સમય ન આપવો, હંમેશા પોતાનું બાળકજ સાચું છે એવું સાબિત કરવાનો પ્રયાસ બાળકને વધુ સ્વછંદી બનાવે છે એ વાલીઓ સમજતા નથી. બાળકોની અયોગ્ય જીદ સંતોષતા માતાપિતા પોતાનાજ પગ પર કુહાડો મારે છે.પ્રત્યેક વાલીઓએ આ સંદેશ વાંચી, સમજી, અમલમાં મુકવા જેવો છે. પોલીસ પ્રશાસનને આ સંદેશ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
સુરત     –  અરુણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સવ્યસાચી
ભાગ્યે જ જોવા મળતાં સવ્યસાચી પ્રશ્નો, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઉલ્લેખાયા છે. ઓળખ પૌરાણિક ગ્રંથોમાંથી મળી આવે. મહાભારતના યુધ્ધ વેળા પાંડવોમાં અર્જુન માટે આ શબ્દપ્રયોગ થયો છે. ખૂબી, ચમત્કાર એ હતો કે અર્જુન પોતાના બંને હાથે કુશળતાપૂર્વક ધનુષ્યની પણછ ખેંચી સફળતાપૂર્વક ધારેલું ધ્યેય વીંધી શક્તો. ત્રાજવામાં ડાબો-જમણો પગ રાખી બેલેન્સ જાળવી ઉપર ગોળ ફરી માછલી વીંધવાનું કામ સવ્યસાયી અર્જુને જ પાર પાડ્યું હતું. એકાગ્રતા અને બે ત્રાજવાના પલ્લાનું બેલેન્સ પાંડવપુત્ર અર્જુને જ જાળવ્યું! અદ્ભુત લોકપ્રિય રમત ક્રિકેટમાં ડાબેરી, જમણેરી ખેલાડી જોવા મળે છે. પરંતુ સવ્યસાચી નહિ. અલબત્ત કોઈ ક્ષેત્રમાં દેશ-રાજ્યને ખૂણે કવાયત દેખા દે.
સુરત     – કુમુદબાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top