Gujarat

અમદાવાદના મિરઝાપુરમાં આવેલા કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી

અમદાવાદઃ ગુજરાત માટે દિવાળીની રાત ભારે રહી છે. રાત્રિ દરમિયાન રાજ્યમાં અલગ અલગ ઠેકાણે આગજનીની ઘટના બની છે. અમદાવાદ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર, વઢવાણ, જાફરાબાદ અને બનાસકાંઠામાં આગની ઘટનાઓ બની છે. આખી રાત રાજ્યનું ફાયર વિભાગ દોડતું રહ્યું હતું.

અમદાવાદના મિરઝાપુરના કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. તે ઉપરાંત નિકોલમાં સુપ્રિયા હોટલ નજીક એક દુકાનમાં, થલતેજની મધુવન સોસાયટીના ત્રીજા માળના મકાનના ધાબે પડેલા કચરામાં રોકેટ પડવાથી આગ લાગી હતી.

જૂનાગઢમાં પણ આગ લાગવાની ઘટના ઘટી હતી. શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આગ લાગી હતી. ફટાકડાથી રામનાથ મંદિર પાછળ કચરાના ઢગમાં આગ લાગી હતી. જે બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર રાત્રે બાઈકમાં આગ લાગી હતી. રસ્તા પર ફટાકડા ફોડતી વખતે તેના તણખલાથી બાઈક સળગી ઉઠી હતી. બનાવમાં બાઈક સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. જ્યારે અમરેલી જાફરાબાદ ખારવા વાડ વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગી હતી. મકાન બંધ હોવાથી જાનહાનિ ટળી હતી.

બનાસકાંઠાના પાલનપુરના આકેશણ રોડ પર ખેતરમાં આગ લાગી હતી. ચિત્રકૂટ સોસાયટી નજીક આવેલા ખેતરમાં પડેલા ભંગારના સામાનમાં આગ લાગી હતી. જ્યારે સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ભંગારના ડેલામાં આગ લાગી હતી.

Most Popular

To Top