National

કનૈયાલાલના અંતિમ સંસ્કારમાં ભારે ભીડ ઉમટી, પત્નીએ કહ્યું, હત્યારાઓને ફાંસી આપો…

રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં દુકાન(Shop)માં ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશી દરજી(Tailor)નું ગળું કાપી ક્રુરતાથી હત્યા(Murder)ની ઘટનાએ આખાય દેશને હમચચાવી દીધું છે. ઈસ્લામ(Islam)નો બદલો લેવાનો દાવો કરનારા બંને હત્યારાઓને(Killers) પોલીસે(Police) પકડી લીધા છે. દરમિયાન આજે પોસ્ટમોર્ટમ બાદ કનૈયાલાલના અંતિમ સંસ્કાર(Funeral) કરવામાં આવ્યા છે. કનૈયાલાલની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કનૈયાલાલની પત્ની(Wife)એ રડતી આંખોએ ન્યાયની માંગણી કરતા કહ્યું હતું કે, હત્યારાઓને ફાંસીએ લટકાવી દો નહીં તો તેઓ વધુ લોકોની હત્યા કરશે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટા ખુલાસા
હત્યા બાદ હત્યારાઓએ વીડિયો શેર કર્યો અને કહ્યું કે આ ઘટના ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે કરવામાં આવી છે. પોલીસે આ બંને આરોપીને ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. જો કે તેઓની ધરપકડ બાદ મોટા ખુલાસો પણ થઇ રહ્યા છે. આરોપીએ પાકિસ્તાન કનેક્શનની કબુલાત કરી છે. આ ઉપરાંત આ બંને આરોપીઓનું કનેક્શન ISIS સાથે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. કન્હૈયાલાલની હત્યા મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે. કન્હૈયાલાલના શરીર પર 26 ઘાના નિશાન હતા. આ ઉપરાંત ગરદન પર કરડવાના નિશાન પણ મળી આવ્યા છે.

અશોક ગેહલોતે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉદયપુર હત્યાકાંડ પર સર્વપક્ષીય બેઠક બોલાવી છે. અશોક ગહેલોત ત્રણ દિવસ જોધપુરનાં પ્રવાસે હતા. પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તેઓ જયપુર આવવા રવાના થઇ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક સાંજે 5 વાગ્યે બોલાવવામાં આવી છે. અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, આજે ઉદયપુર ઘટના અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘટના આતંક ફેલાવવાના હેતુથી કરવામાં આવી હતી. બંને આરોપીઓના અન્ય દેશોમાં સંપર્કો હોવાની માહિતી પણ સામે આવી છે.

કન્હૈયા લાલની હત્યા માટે ગેહલોત સરકાર જવાબદારઃ ભાજપ
કન્હૈયા લાલ હત્યાકાંડ મામલે ભાજપે ગેહલોત સરકારને આના માટે જવાબદાર ગણાવ્યા છે. ભાજપે જણાવ્યું કે રાજસ્થાનમાં ત્રણ વર્ષમાં જે પગલાઓ ભરવામાં આવ્યા છે તેના માટે ગહેલોત સરકાર જવાબદાર છે. આવા સંગઠનો સામે રાજસ્થાન સરકારે નરમ વલણ અપનાવતા આ ઘટના નમી છે. આ ઘટનામાં પહેલા કન્હૈયા લાલની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જ્યારે તેને ધમકીઓ મળી ત્યારે તેણે પોલીસ પાસે સુરક્ષા માંગી હતી પરંતુ તેને સુરક્ષા આપવામાં આવી ન હતી.

Most Popular

To Top