સુરત: અઠવાગેટ સ્થિત મિશન હોસ્પિટલ (metas adventis mission hospital)માં રાત્રે નવ વાગ્યાને આઠ મીનીટે એસીમાં શોર્ટસર્કિટ (short circuit)ના કારણે લાગેલી આગ (fire)ના પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. જો કે હોસ્પિટલના કેમ્પસમાં પાલિકાએ ફાયરફાઇટર સ્ટેન્ડબાય (stand by fire brigade) રાખ્યું હોવાથી લશકરો તરત ધસી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં (fire in control) લઇ લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આઠવાગેટ સ્થિત મિશન હોસ્પિટલમાં નોન કોવિડ વિભાગના, રૂમના એસીમાં મોડીરાત્રે નવ વાગ્યાને આઠ મિનીટે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેના પગલે મિશન હોસ્પિટલ ખાતે સુરત ફાયર અને ઇમરજન્સી વિભાગ દ્વારા ચોવીસ કલાક સ્ટેન્ડબાય મૂકવામાં આવેલા ફાયર એન્જિન અને તેની ઉપર રાખવામાં આવેલ ફાયર વિભાગની ટીમ દ્વારા ત્વરિત આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ આગ વધુ ન ફેલાઇ તે માટે ફાયરના કંટ્રોલ રૂમ દ્વારા મજુરા, માનદરવાજા અને નવસારી બજાર ફાયર સ્ટેશનના લાશકરોને ફાયર ફાઇટર સાથે દોડાવી દીધા હતા. હોસ્પિટલ ખાતે સ્ટેન્ડબાય રાખેલ ફાયર ફાઇટરના સ્ટાફે આગને કાબૂમાં લઇ લીધી હતી. જો કે સારી બાબત એ હતી કે, જે નોનકોવિડ વોર્ડરૂમમાં આગ લાગી હતી ત્યાં પેશન્ટ નહીં હતા. જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોએ અને હોસ્પિટલતંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
દાખલ કરેલા કોઈપણ પેશન્ટને અન્યત્ર શિફ્ટ કરવાની જરૂર પડી ન હતી. આઇસોલેશન વોર્ડમાં તબીબો જમવા બેસતા હોવાથી એસી ચાલુ રાખવામાં આવ્યું હતું