તાજેતરમાં સામે આવેલા NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો) ના આંકડાઓએ સમાજને વિચારવા મજબૂર કર્યો છે. રિપોર્ટ મુજબ છેલ્લાં 5 વર્ષમાં ભારતમાં 700થી વધુ પતિઓની હત્યા નોંધાઈ છે. આ આંકડો સંવેદનશીલતા અને સમજ વધારવા માટે છે.આમ તો ઘરેલું હિંસા કહેતાં જ વાત ઘણી વાર એકતરફી રીતે રજૂ થાય છે. પરંતુ આ ડેટા સ્પષ્ટ કરે છે કે,હિંસાનો ભોગ કોઈ પણ બની શકે છે ,સ્ત્રી કે પુરુષ, દરેક હત્યા પાછળ તૂટેલા સંબંધો, અસફળ સંવાદ અને સિસ્ટમની ચુપ્પી છુપાયેલી હોય છે.
આ મુદ્દો કાયદા સામે કાયદો કરવાનો નથી, પરંતુ ન્યાય, સંતુલન અને માનવ સંવેદના નો છે જ્યાં સ્ત્રીઓના અધિકારોનું રક્ષણ જરૂરી છે, ત્યાં પુરુષપીડિતોની વાત અવગણવી પણ અન્યાય છે. એક જવાબદાર સમાજ તરીકે આપણે સ્વીકારવું પડશે કે: ઘરેલુ હિંસા લિંગ-નિરપેક્ષ (Gender Neutral) સમસ્યા છે દરેક પીડિતને સુરક્ષા અને સાંભળવાની તક મળવી જોઈએ. કાયદાનો દુરુપયોગ અને વાસ્તવિક ગુનો — બંને પર સમાન ગંભીર કાર્યવાહી જરૂરી છે. આ સમય છે કે આપણે આંકડાઓને તર્ક વિવાદ નહીં, પરંતુ સંવાદની શરૂઆત બનાવીએ. હિંસા કોઈ સામે પણ થાય — તેનો વિરોધ કરવો એ જ સાચી નાગરિક જવાબદારી છે.
પરવત ગામ, સુરત- આશિષ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.