SURAT

સુરતની સંસ્થા દ્વારા વિશ્વમાં પ્રથમ વખત દુબઈમાં સગાઈ અંગે માર્ગદર્શન સેમિનાર

સુરતના લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં હાલના સમયમાં દીકરા દિકરીના સગપણ-વેવિશાળ અને લગ્ન જેવા અઘરા અને ચિંતાયુક્ત સામાજીક કાર્યને સેવાના ભાવથી નવી પદ્ધતિસર સહેલું સરળ તેમજ એકદમ ચિંતાથી મુક્ત કરવા માટેની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહેલી દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ ગુજરાતમાં સારી રીતે ચાલી રહી છે અને વિશ્વના અનેક દેશોમાં પણ સુરતથી કાર્ય થઈ રહ્યું છે. લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન સુરતની સંસ્થાએ વિશ્વમાં સૌ પ્રથમ વાર દુબઈમાં કર્યો હતો. જે એંગેજમેન્ટ મેગા સેમિનાર તા.27મી ફેબ્રુઆરીના રોજ મંગળવાર સાંજે 5.30 કલાક અલ ખૂરી સ્કાય ગાર્ડન હોટેલ દુબઈખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દુબઈમાં રહેતા ગુજરાતી દિકરા દિકરીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આગામી સમયમાં દુબઈમાં 51 સગાઈ અને લગ્ન કરવા માટેનો સંકલ્પ લીધો છે જે ટૂંક સમયમાં પૂરો સાકાર પણ થશે. દુબઈ પોલીસ દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરી સંસ્થાને સન્માનિત કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખ નીતાબેન નારિયાએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં અમો યુકે ખાતે સેમિનાર કરવા જઈ રહ્યાં છીએ. ગર્વની લાગણી અનુભવીએ છીએ.

Most Popular

To Top