Madhya Gujarat

ડાકોરમાં ભક્તો માટે શેડની બહાર લીલી નેટ બાંધવામાં આવી

ડાકોર : ડાકોરમાં કાળઝાળ ગરમી વચ્ચે દર્શનાર્થે આવતા ભક્તોને હાલાકી ભોગવવી ન પડે તે માટે ટેમ્પલ કમિટિ દ્વારા શેડની બહાર લીલી નેટ બાંધવામાં આવી છે. ડાકોરમાં ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજના દર્શનાર્થે આવનારા વૈષ્ણવોની સુવિધા અર્થે તેમજ પ્રસાશનની સુચના તેમજ કોઇ અઘટીત બનાવ બનવા ન પામે તેની અગમચેતી રાખવી જરૂરી બન્યું છે. આથી, ડાકોર દર્શનાર્થે આવનારા વૈૈષ્ણવોની ભીડ મંદિર પરિસરમાં તેમજ ઘુમ્મટની અંદર ઉભા રહેતા હોવાથી વ્યવસ્થાના ભાગ સ્વરૂપે રવિવાર તેમજ ઉત્સવ, તહેવારોના સમયમાં વૈષ્મવોની સંખ્યા સપ્રમાણમાં શ્રી ઠાકોરજીના દર્શન કરી શકે તે રીતની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અઘટીત બનાવ મંદિર પરિસરમાં ન બને તે માટે રાજભોગ દર્શનના સમયે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી વ્યવસ્થા છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી ચાલતી આવેલી છે અને ચાલતી રહેલી છે. મંદિર બહાર શેડમાં પંખાની સુવિધા પણ રાખવામાં આવેલી છે અને ઠંડા પાણી માટે કુલરની પણ વ્યવસ્થા મંદિર પરિસર બહાર બન્ને દરવાજાઓએ મંદિર દ્વારા કરવામાં આવેલી છે. ગરમીના દિવસોમાં શેડની બહાર પણ મંદિર લીલી નેટ બાંધતા આવે છે. મંદિર પરિસર ખૂબ નાનુ છે અને આવનારા ભક્તોની સંખ્યા ખૂબ વધુ પ્રમાણમાં છે. માટે કોઇ અનિચ્છનીય બનાવ કે ભગદડ ન થાય તે હેતુથી રાજભોગ સમયે મંદિર પરિસર જે તે સમયના વહીવટી તંત્ર અધિકારી અને સુરક્ષા તંત્રના અધિકારી સાથે સંકલન કરી વૈષ્ણવોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

Most Popular

To Top