સુરત: સુરતના (Surat) સરસાણા (Sarsana) ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર (Surat Gems And Jewelry Manufacturers) એક્ઝિબિશન શરૂ થયું છે. તા. 16થી 18 ડિસેમ્બર 3 દિવસ ચાલનારા આ એક્ઝિબિશનમાં 250 જ્વેલરી મેન્યુફેક્ચરર્સે ભાગ લીધો છે. ત્રણ દિવસ દરમિયાન 8000થી વધુ લોકો આ પ્રદર્શનની મુલાકાત લે તેવી શક્યતા છે. જોકે, આ પ્રદર્શનમાં સોનાચાંદી અને હીરા જડિત નવા સંસદ ભવનની પ્રતિકૃતિએ (Indian Parliament Replica) આકર્ષણ જમાવ્યું છે.
આ પ્રદર્શનમાં નવા સંસદ ભવનની પ્રતિકૃતિ મુકવામાં આવી છે. લોકશાહીના આ મંદિરને સુરતના 50 જ્વેલર્સે રાતદિવસ મહેનત કરી બનાવ્યું છે. આ પ્રતિકૃતિની ખાસ વાત એ છે કે તેમાં 15 કિલો સોનું, ચાંદી અને હીરા જડવામાં આવ્યા છે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસી નામથી આ પ્રતિકૃતિને એક્ઝિબિશનમાં પ્રદર્શન અર્થે મુકવામાં આવી છે. મુલાકાતીઓમાં લોકશાહીના મંદિરની પ્રતિકૃતિએ આકર્ષણ જમાવ્યું છે.
3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીના ઉપયોગથી બનાવાય સંસદ ભવનની પ્રતિકૃતિ
આ પ્રતિકૃતિ 3ડી પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. છે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની (Temple Of Democracy) આ પ્રતિકૃતિમાં કુદરતી હીરાની સાથે સાથે લેબગ્રોન હીરાનો પણ ઉપયોગ કરાયો છે. એક્ઝિબિશનનું ઉદ્દઘાટન મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરાયું હતું. નવા સંસદ ભવનની પ્રતિકૃતિ બનાવનાર રાકેશકુમારે કહ્યું કે, લોકશાહીના મંદિરની પ્રતિકૃતિ બનાવવી એ અમારા સૌ કોઈ માટે મોટો પડકાર હતો. રાત દિવસ કામ કર્યું ત્યારે આ પ્રતિકૃતિ બનાવી શકાય છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પ્રતિકૃતિ બનાવી શકાય છે.
આ એક્ઝિબિશનમાં રિટેલર્સ સીધા જ ઉત્પાદકોનો સંપર્ક કરી શકશે
સુરત જ્વેલેરી ઉત્પાદન એસોસિએશન દ્વારા તારીખ 16 થી 19 ડીસેમ્બર, 2022 દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન સેન્ટર, સારસાણા ખાતે રૂટ્ઝ 2022 એક બી ટુ બી જ્વેલેરી ઉત્પાદન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે . આ પ્રદર્શન એક એવું પ્લેટફોર્મ છે જ્યાં રિટેલર્સ ડાઈરેકટ ઉત્પાદકો સાથે સંપર્ક સાધી શકે છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર 250 ઉત્પાદકોની મુલાકાતે 8000 થી વધુ લોકો આવે એવી શક્યતા છે.
પ્રદર્શનમાં કરોડોની જ્વેલરી પ્રદર્શિત કરાઈ
સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં 50 હજારથી માંડી 1 કરોડની કિંમતની જ્વેલરી પ્રદર્શન અર્થે મુકાઈ છે. તમામ પ્રકારની ડિઝાઈનના ઘરેણાં અહીં એક જ છત નીચે જોવા મળી રહ્યાં છે. ચેન્નાઈના જ્વેલર્સે પણ સુરતના આ પ્રદર્શનના વખાણ કર્યા છે. આ પ્રદર્શન નું મુખ્ય હેતુ સુરતના જ્વેલેરી ઉત્પાદકો દ્વારા થતા વિવિધ કલા ના પ્રકાર છે. જેમાં અનેક રત્નો અને અનેક મુલ્યવાન તત્વ નો પ્રતીકાત્મક રૂપી સમાવેશ કરવામાં આવ્યું છે, જે ભારત દેશ ના સંસ્કૃતિ અને ધરોહર નું પ્રતિક તરીકે ઉભરી આવે છે. આ પ્રદર્શન નો મુખ્ય હેતુ સુરતને એક ટ્રેન્ડસેટર તરીકે પ્રોજેક્ટ કરવાનો છે જેમાં રૂટ્ઝ એક મુખ્ય ભૂમિકા ભજવશે. આ વર્ષે 100 થી વધુ જ્વેલરી ઉત્પાદકો દ્વારા નવા ટીઓડી કલેક્શન બહાર પાડવામાં આવશે જેને વિદેશોના ટ્રેન્ડસેટરસ અનુસરશે.