SURAT

15 લાખના 15 તોલા સોનાના મોબાઈલ કવર પર ”કોહલી” , સુરતના ચાહકની ગજબ દિવાનગી!

પાછલા એક દાયકામાં ક્રિકેટ જગતમાં સૌથી વધુ ફેન ફોલોવિંગનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલી ટેસ્ટ અને ટ્વેન્ટી-20માંથી રિટાયર થઈ ચૂક્યો છે, પરંતુ હજુ પણ ચાહકોની તેના પ્રત્યેની લાગણીમાં ઓટ આવી નથી. સુરતના કુડસદમાં એક ચાહકે વિરાટ કોહલીના ડ્રોઈંગવાળું સોનાનું મોબાઈલનું કવર બનાવડાવ્યું છે, જેની કિંમત 15 લાખ થાય છે.

કુડસદનો અંકિત પટેલ વિરાટને પોતાનો આદર્શ માને છે. તે કોહલીને મળવા ત્રણ વાર સાત સમુદ્ર પાર લંડનની યાત્રા કરી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી મુલાકાત થઈ શકી નથી. અંકિતે વિરાટના ચિત્ર અને નામવાળું 15 તોલા સોનાનું મોબાઈલ કવર 15 લાખમાં તૈયાર કરાવ્યું છે. તે ‘વિરાટ’ના નામવાળું સોનાનું બ્રેસ્લેટ પણ પહેરે છે. અંકિતનો અનોખો ‘વિરાટ પ્રેમ’ જોઈ તેના મિત્રો પણ આશ્ચર્યચકિત છે.

અંકિત વિરાટને ‘ક્રિકેટનો ગોડફાધર’ કહે છે. તે વિરાટની રમતથી એટલો પ્રભાવિત છે કે તેની યાદ 15 લાખની કિંમતનું સોનાનું મોબાઈલ કવર તૈયાર કરાવ્યું, જેમાં વિરાટનું ચિત્ર અને નામ કોતરાવ્યું છે. અંકિત પટેલનું આ સોનાનું મોબાઈલ કવર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, સૌ કોઈ વિરાટ કોહલીના ફોટા વાળું સોનાનું કવર જોવા માટે અંકિત પટેલ પાસે આવી રહ્યા છે, ત્યારે અંકિત પટેલનો વિરાટ કોહલી પ્રત્યેનો આવો પ્રેમ જોઈ તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.

અંકિતને કોહલીનો ભારત માટેની કંઈક કરી બતાવવાનો જુસ્સો ખૂબ પસંદ છે. કોહલીને મળવા માટે અંકિત પટેલ એક વાર ની બે વાર નહીં પરંતુ ત્રણ ત્રણ વખત લંડન ગયો પરંતુ મુલાકાત થઈ શકી નથી.

અંકિત પટેલ પણ એક સારો ક્રિકેટર
અંકિત પટેલ પોતે પણ સારું ક્રિકેટ રમે છે. અનેક મેચોમાં સારું પર્ફોમન્સ કરી અંકિત પટેલે ટ્રોફીઓ જીતી છે. અંકિત પટેલ વિરાટ કોહલીને જ ક્રિકેટ ગુરુ માને છે અને તેની પાસેથી જ ક્રિકેટની રમત શીખી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. ક્રિકેટની આ સફળતાનો શ્રેય પણ અંકિત વિરાટ કોહલીને જ આપે છે.

અંકિત પટેલ અત્યાર સુધી ભારતના અલગ અલગ અનેક ક્રિકેટરોને મળી ચૂક્યો છે પરંતુ તેનો ખરો પ્રેમ એવા વિરાટ કોહલીને તે હજુ સુધી મળી નથી શક્યા. પોતાની લાઇફમાં એક વખત અંકિત પટેલ વિરાટ કોહલીને મળવા માંગે છે. અંકિત પટેલનો વિરાટ કોહલી પ્રત્યેનો આવો અતૂટ પ્રેમ જોઈ અંકિત પટેલના મિત્રો પણ આશ્ચર્ય ચકિત છે,તેઓ પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દી અંકિતની એક વાર વિરાટ કોહલી સાથે મુલાકાત થાય.

Most Popular

To Top