Charchapatra

શાળા દ્વારા સમાજવિકાસની ઝલક

ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં 20 માર્ચ 1952 માં થયેલ શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ તેની સ્થાપનાનાં 74 વર્ષ પૂર્ણ કરી અમૃત મહોત્સવના 75 મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ડહેલીની આસપાસના આદિવાસી વિસ્તારનાં ગામોમાં શિક્ષણ દ્વારા જે સામાજિક ,આર્થિક અને સામુદાયિક વિકાસ થકી જે સમૂળી ક્રાંતિ થઈ છે તેને કેટલાય પરિવારનાં જીવનધોરણ અને શૈક્ષણિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતના બંધારણમાં મફત ,ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની હિમાયત થઈ તે જ વર્ષોમાં ગ્રામ્ય વિસ્તારનાં વડીલોએ માધ્યમિક શાળા ટાંચાં સંસાધનો વચ્ચે શરૂ કરી જે દીર્ઘદૃષ્ટિથી આયોજન અને સંચાલન કરી સંવર્ધન કર્યું તે પ્રશંસનીય છે.

શાળાનું ઇન્ફાષ્ટ્રક્ચર તૈયાર કરવું સુપેરે આર્થિક ભંડોળ ,જમીન બાંધકામ તેમજ શિક્ષકોની નિમણૂક સહિતની જે કામગીરી આજથી સાડા સાત દાયકા પહેલાં બજાવી છે તેને આ અમૃત મહોત્સવ પ્રસંગે યાદ કરી ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓને આ ભવ્ય પરંપરા પાછળનો અલ્પ ઇતિહાસ રજૂ કરી પ્રવર્તમાન સમયમાં શિક્ષણની દશા અને દિશાના સંદર્ભે જે પેઢી આ વર્ષોમાં આ શાળામાં ભણવા ભાગ્યશાળી થઈ હતી તેના અતીતની આ પ્રસંગે યાદ તાજી થઈ.
તરસાડી કોસંબા   – અરવિંદ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top