સુરત(Surat): શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતી એક આશાસ્પદ યુવતીના આપઘાત (Sucide) ચકચાર મચી ગઈ છે. પિતાની જેમ ડોક્ટર (Doctor) બનવા માંગતી યુવતીએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ કરતી યુવતીએ ઘરમાં ફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારે કહ્યું હતું કે એક ની એક દીકરી ધોરણ-12 સાયન્સ કરી પિતાની ડોક્ટર બનવાની ઈચ્છા રાખતી હતી. જોકે પરિણામ સારું નહીં આવતું હોવાથી માનસિક તણાવમાં રહેતી હતી. માર્ચ-2024માં ફરી પરીક્ષા આપવાની તૈયારી કરી રહી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના રવિવારની મોડી સાંજ ની હતી. 18 વર્ષીય શ્રૃતિ મુકેશભાઈ હાજરા પોતાના રૂમમાં હતી. માતા શાકભાજી લેવા બજાર ગયા હતા. ભાઈ ધાબા પર હતો. 11 વર્ષનો ભાઈ નીચે રૂમમાં આવ્યો ત્યારે બહેને દરવાજો નહીં ખોલતા સ્લાઈડિંગ બાર માંથી અંદર પ્રવેશ કરતા બહેન છત સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ભાઈએ છત સાથે લટકતી બહેનનો દુપટ્ટો કાપી નીચે ઉતાર્યા બાદ દોડીને મમ્મી ને બોલાવવા ચાલી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પાડોશીઓ પણ ભેગા થઈ ગયા હતાં. શ્રતિને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાતા મૃત જાહેર કરાઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે શ્રૃતિ સુરતની ખ્યાતનામ હોટેલમાં હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ કરતી હતી. આ સાથે જ તે ધોરણ-12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરતી હતી. ડોક્ટર પિતાની જેમ ડોકટર બનવાની ઈચ્છા ધરાવતી હતી. જોકે પરિણામ સારું નહીં આવતા માનસિક તણાવમાં રહેતી હતી. માર્ચ-2024માં શ્રૃતિ ફરી પરીક્ષા આપવાની હતી. એ પહેલા જ એને આવું પગલું ભરી દુનિયાને અલવિદા કરી દીધી છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.