Vadodara

શિનોરમાં પાપડીનો લોટ તૈયાર કરતી વેળાએ ગેસનો બોટલ લીકેજ થતા દંપતિ દાઝ્યું

શિનોર: શિનોરના રામજી મંદિર જતા પોપટ શેરીના નાકે આવેલા મકાનમાં સાંજે રસોઈ બનાવતા ઘરમાં આગ લાગતા નજીકમાં બેઠેલા યુવાનોએ ઘરમાંથી ધુમાડાના ગોટા જોતા દોડી આવી સમય સૂચકતા વાપરી આગને બુઝાવી આગની મોટી હોનારત થતાં અટકાવી છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી. બનાવની વિગત એવી છે કે શિનોરના રામજી મંદિર જતા પોપટ શેરીના નાકે રહેતા યોગેશભાઈ સોની લારી પર પાપડીનો લોટ વેચવાનો ધંધો કરી જીવન નિર્વાહ કરે છે.

તેમના ઘરે આજે સાંજે તેમની પત્ની અને તેમની દીકરી અને તેઓ ઘરે હતા ત્યારે સાંજે પોણા છ કલાકે મોટા ગેસના બોટલથી રસોઈ બનાવતા હતા ત્યારે પાપડીનો લોટ તૈયાર કરવા માટે તેઓ પાચ કિલોનો નાનો બોટલ પણ રાખતા હતા તેને કિચન સ્ટેન્ડ પરથી નીચે મુકતા નાનો બોટલ લીકેજ હોઈ રસોઈ ગેસ ચાલુ હોવાથી રસોડામાં એકાએક આગ લાગી હતી જેને લઈને ઘરમાંથી ધુમાડાના ગોટા બહાર આવતા નજીકમાં બેઠેલા યુવાનોએ જોતા દોડી જોઈ સમય સૂચકતા વાપરી ફાયર હયુગ્સ્ટીસરના બોટલથી ગેસ ની આગને બુઝાવી ગેસના ત્રણેય બોટલો ઘરની બહાર કાઢી નાખ્યા હતા અને ઘરમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ બુઝાવી દીધી હતી આગની જ્વાળામાં યોગેશભાઈ સોની અને તેમના ધર્મપત્ની ગીતાબેન સોની સામાન્ય દાઝી જતા બંનેને મોટા ફોફળિયાની શ્રી છોટુભાઈએ પટેલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાયા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી શિનોરના યુવાનોની સમય સૂચકતા એ મોટી આગની હોનારત થતા અટકી છે અને સદનસીબે કોઈ જાન હાની થયેલ નથી.

Most Popular

To Top