આણંદ : ખંભાત ગ્રામ્ય પોલીસની ટીમે બામણવા ચોકડી પર વોચ ગોઠવી બાઇક પર ત્રિપલ સવારી જતાં શખસોની પુછપરછ કરતાં તે અઠંગ બાઇક ચોર હોવાનું ખુલ્યું હતું. આ શખસોએ તેના અન્ય એક સાગરીત સાથે મળી આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં 9 જેટલા બાઇક ચોરી કર્યાં હોવાનું કબુલ્યું હતું. ખંભાત ગ્રામ્ય પોલીસની ટીમ બામણવા ચોકડી રોડ પર વાહન ચેકીંગ કરી રહ્યાં હતાં, તે દરમિયાન ફિણાવ ગામ તરફતી નંબર પ્લેટ વગરનું બાઇક પર ત્રણ શખસ આવી રહ્યાં હતાં. આથી, તેને રોકી બાઇક સંદર્ભે જરૂરી દસ્તાવેજો માંગ્યાં હતાં. પરંતુ તેઓ યોગ્ય જવાબ આપી શક્યાં નહતાં. આથી, ત્રણેયની પુછપરછ કરતાં તે સિકંદર ઉર્ફે સીકો ગેમલ ચૌહાણ, સબ્બીર સદરુ ભઠ્ઠી અને ત્રીજો ઇસુફ ભઠ્ઠી (રહે. ફિણાવ) હોવાનું જણાવ્યું હતું.
આ બાઇક સંદર્ભે તપાસ કરતાં તે બોરસદના વિરેન્દ્રકુમાર પરમારનું હોવાનું અને તે ચોરી થયાનું જાણવા મળતાં પોલીસે ત્રણેયની અટક કરી પુછપરછ હાથ ધરીહ તી. જેમાં આ શખસોએ સાથે અન્ય એક ચોથો ઉસ્માન ઉર્ફે અમન ઇમામ ભઠ્ઠી (રહે. ફિણાવ) નામના શખસે આણંદ, વડોદરા, ચકલાસી, બોરસદ પોલીસ મથકમાંથી કુલ 9 જેટલા બાઇક ચોરીની કબુલાત કરી હતી. જે આધારે પોલીસે ચારેયની અટક કરી બાઇક સહિત કુલ રૂ.3.05 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.