રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ દક્ષિણ ગુજરાતમાં નોધાવા સાથે કુલ 18 નવા કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ સોમવારે કોરોનાના 32 દર્દીઓ સાજા થયા છે. આમ સાજા થવાનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત ગ્રામ્યમાં 5, વલસાડમાં 4, નવસારીમાં 3, સુરત મનપામાં 2, જ્યારે અમદાવાદ મનપા, ગીર સોમનાથ, જૂનાગઢ, વડોદરા ગ્રામ્યમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 193 થઈ છે. જેમાંથી 04 વેન્ટિલેટર પર જ્યારે 189 દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં સોમવારે 18-45 વર્ષ સુધીના 55,014 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 2,02,721ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 18,643 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 83,867ને બીજો ડોઝ, જ્યારે 09 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,598ને બીજો ડોઝ મળી આજે કુલ 3,61,852 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,71,91,426 વ્યક્તિને રસી આપવામાં આવી છે.