National

ગુરગ્રામની ચોંકાવનારી ઘટનાઃ મોબાઈલ પર બિઝી ફ્રેન્ડને સગીરે ગોળી મારી દીધી!

ગુરુગ્રામમાં 11મા ધોરણના એક વિદ્યાર્થીએ તેના કલાસમેટ મિત્રએ ગોળી મારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. તે તેના મોબાઇલ ફોન પર વ્યસ્ત હતો અને તે તેના સવાલનો જવાબ આપતો ન હતો એટલે ગોળી મારી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ તેના પિતાની લાઇસન્સવાળી પિસ્તોલથી ગોળીબાર કર્યો, જેમાં પીડિતાની ગરદન ફ્રેક્ચર થઈ ગઈ. સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેને જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિદ્યાર્થી તેના મિત્રને એક પ્રશ્ન પૂછી રહ્યો હતો પરંતુ જ્યારે પીડિતે તેના મોબાઇલ ફોનના ઉપયોગને કારણે જવાબ આપ્યો નહીં, ત્યારે આરોપી ગુસ્સે થઈ ગયો અને તેના પિતાની લાઇસન્સવાળી પિસ્તોલથી તેના પર ગોળીબાર કર્યો.

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ ઘટના શનિવારે સેક્ટર 48માં આરોપીના ઘરે બની હતી. ગોળી વિદ્યાર્થીના ગળામાં વાગી હતી, જેનાથી તેના ગળાના હાડકાને ગંભીર નુકસાન થયું હતું. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિદ્યાર્થી અને તેની સાથે રહેલા અન્ય એક સગીરની ધરપકડ કરવામાં આવી છે અને તેને ફરીદાબાદના જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય વિદ્યાર્થીઓ એક જ શાળા અને એક જ વર્ગમાં ભણતા હતા. ઘટના સમયે આરોપીએ ગુસ્સામાં આવીને ગોળીબાર કર્યો હતો.

પીડિતના પરિવારનું કહેવું છે કે આરોપી વિદ્યાર્થીને તેના પર પહેલા કોઈ અદાવત હતી. બે મહિના પહેલા તેમની વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ આરોપીએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ તેના પિતાની લાઇસન્સવાળી પિસ્તોલનો ઉપયોગ કરીને આ ગુનો કર્યો હતો.

હરિયાણાના પોલીસ મહાનિર્દેશક (DGP) ઓ.પી. સિંહે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પેઢીના વિડીયો ગેમ ખેલાડીઓએ સમજવું જોઈએ કે વાસ્તવિક જીવનમાં શૂટિંગ એ કોઈ રમત નથી.

Most Popular

To Top