સુરતઃ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સદભાવના વૃધ્ધાશ્રમના પરમાત્માનંદ સરસ્વતીજી સુરતની મુલાકાતે હતાં. તેમણે સાંપ્રત સમયમાં વૃધ્ધાશ્રમની જરૂરિયાત અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે, હું એક સમયે વૃધ્ધાશ્રમના વિચારનો પણ વિરોધી હતો. પરંતુ જે સ્થિતિ છે. તે હકીકતને સ્વીકારીને અમે રાજકોટમાં વૃધ્ધોની સેવા કરી રહ્યા છીએ. હાલ 650 વૃધ્ધોની સેવા કરી રહ્યા છીએ. પરંતુ વધારે વૃધ્ધોની સેવા થઈ શકે તે માટે વિશ્વનું સૌથી મોટું કહી શકાય તેવું આયોજન કરી રહ્યાં છીએ.
રાજકોટ-જામનગર હાઈ વે પર રામપર ખાતે 300 કરોડથી વધુના ખર્ચે 5 હજાર વડીલો રહી શકે તે માટે નિઃશુલ્ક વૃધ્ધાશ્રમ આકાર લેવા જઈ રહ્યું છે. આ વૃધ્ધાશ્રમના લાભાર્થે આગામી 23મી નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મોરારિબાપુની 947મી માન સદભાવના રામકથાનો પ્રારંભ થશે. જેમા રોજે રોજ લાખો લોકો ઉમટશે અને જે દાન એકઠું થશે તે આ કાર્યમાં વાપરવામાં આવશે.
પરમાત્માનંદ સરસ્વતીજીએ કહ્યું કે, રાજકોટમાં પારિવારિક ભાવનાથી વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. હાલ 650 જેટલા વૃધ્ધોની સેવા કરવામાં આવી રહી છે. જેમાંથી 250 જેટલા વૃધ્ધો તો ડાયપર છે. જેમની સેવા ખાટલામાં જ કરવામાં આવી રહી છે.
સંસ્થા દ્વારા વૃક્ષા રોપણની સાથે સાથે પ્રાણીઓની સેવા કરવામાં આવી રહી છે. નિરાધાર નંદી સહિતના પ્રાણીઓ માટે પણ હોસ્ટેલ બનાવવામાં આવી છે. આ સહિત મેડિકલ સ્ટોર પણ ઉભા કરવામાં આવ્યા છે. રામકથા દરમિયાન રક્તદાન સહિતના સેવાકીય કાર્યોને સરવાણી વહેશે.