સુરત(Surat): ખટોદરા (Khatodara) કેનાલ રોડ (Canal Road) પર અંબાનગરમાં રહેતા 80 વર્ષીય નરિહરી આનંદ પ્રધાને ખટોદરા પોલીસ સ્ટેશનમાં કાલુ પાંડવ પાત્ર, અંકાઅમ્મા પાત્ર, સંજય કાલુ પાત્ર અને રાજેશ કાલુ પાત્રની સામે છેતરપિંડી (Cheating) ની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ-1985માં તેમને પત્ની તનુબેનના નામે અંબાનગર ખાતે જૂના સરવે નં.4માં પ્લોટ નં.30 ઈશ્વરચંદ્ર રામપદાર્થ મોર્યા પાસેથી કબજા રસીદ (Possession Receipt) લખાવી ખરીદી કર્યો હતો. ત્યારબાદ તેમની પત્નીનું અવસાન થયું હતું. દસેક વર્ષ પહેલાં આ પ્લોટ ખાલી હોવાથી કાલુ પાંડવ પાત્ર અને તેની પત્નીએ ઝૂપડું બાંધી ત્યાં રહેવા લાગ્યા હતા. નરિહરિભાઈએ જરૂરિયાતમંદ હોવાની દયા રાખી થોડો સમય તેમને ત્યાં રહેવા દીધા હતા. થોડા સમય પછી તેમને ઝૂપડું બાંધવા બદલ ભાડું માંગતાં આપવા ઇનકાર કર્યો હતો અને પ્લોટ ખાલી કરવા પણ ના પાડી હતી. વર્ષ-2019માં આરોપીઓએ આ પ્લોટ પર બાંધકામ શરૂ કરી મકાન બનાવી લીધું હતું.
મહિલાનું 2002માં અવસાન થયું હોવા છતાં 2003માં આરોપીઓએ કબજા રસીદ બનાવી
ગેરકાયદે કબજો કરવા બદલ નરિહરિભાઈએ કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા અરજી આપી હતી. આ અરજી સાથે કબજા રસીદ રજૂ કરી હતી. તથા વર્ષ-2019 સુધી લાઈટ બિલ ઈશ્વરચંદ્ર મોર્યાના નામે આવતું હતું. અને મકાન બનાવ્યા બાદ લાઈટ બિલ પોતાના નામે કરાવ્યું હતું. આ પ્લોટની મૂળ માલિક પુષ્પાબેન વડોદરામાં મકરપુરા ખાતે રહેતાં હતાં. બાદ અમેરિકા પરિવાર સાથે રહેવા જતા રહ્યાં હતાં. વર્ષ-2002માં તેમનું અમેરિકામાં મોત થયું હતું. પુષ્પાબેન સુરતમાં ક્યારેય પણ રહ્યા ન હતા. અને તેમને 1979માં મિલકતનો પાવર હસમુખ જેકિશનદાસ હોજીવાલાને આપ્યો હતો. મૂળ માલિક પુષ્પાબેન સુરતમાં રહેતા ન હોવાથી તેમને આ મિલકતનો પાવર હસમુખ હોજીવાલાને આપ્યો હતો. અને વર્ષ-2002માં અમેરિકા ખાતે તેમનું મોત થયું હતું. તેમ છતાં આરોપીઓએ પુષ્પાબેનના નામે વર્ષ-2003માં ખોટી કબજા રસીદ બનાવી હતી.
પત્ની સાથે છૂટાછેડા બાદ માનસિક તણાવમાં પતિનો આપઘાત
સુરત: ઉધનામાં શ્રમજીવીએ બે વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હોય અને પુત્ર પત્ની પાસે હોય માનસિક તણાવમાં આવી આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ઉધના જલારામનગર નજીક ઓમશ્રી સાંઈનાથ સોસાયટીમાં રહેતા સંજય જયંતી રાઠોડ (ઉં.વ.34) મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન સોમવારે રાત્રે સંજયે તેના ઘરે છતના હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે ઉધના પોલીસે જણાવ્યું હતું કે, સંજયનાં બે વર્ષ પહેલાં છૂટાછેડા થઈ જતાં પત્ની એક પુત્રને લઇ જતી રહી હતી. છૂટાછેડા બાદ પુત્ર પણ પત્ની પાસે હોય માનસિક તણાવમાં આવીને સંજય રાઠોડે આ પગલું ભરી લીધું હતું.