તમે નોટિસ કર્યું જ હશે ને કે આપણા બાળકો મોબાઈલ ફોનના લોગો, ગાડીના લોગો વિશે સારી માહિતી ધરાવે છે પણ ઘરના 500 મીટરના અંતરે ઉગેલું ઝાડ શેનું છે તેની ખબર નહીં હોય. અત્યારના બાળકો નેચરથી સારી પેઠે વાકેફ નથી ત્યારે સુરતની એક સંસ્થાએ સુરત શહેરમાં જંગલ ઉભા કરી બાળકોને ત્યાં લઈ જઈ ઝાડ, પક્ષીઓ વિશે વાકેફ કરવાની જવાબદારી ઉઠાવી છે. તમને અલથાણના ડમ્પિંગ સાઇટ વિશે ખબર છે ને જ્યાં કચરાના ઢગલા થતાં. થોડા જ સમયમાં આ જગ્યા પર તમે વૃક્ષોથી ઘનિષ્ઠ જંગલ જોશો, ત્યાં જાતજાતના અને ભાતભાતના ઝાડો, પક્ષીઓના કલબલાટ સાંભળશો અને તમને ત્યારે નવાઈ લાગશે કે કચરાની એક સાઇટ ગ્રીન બેલ્ટમાં કઈ રીતે ફેરવવાઇ ગઇ. અમે તેની વિસ્તૃત માહિતી તમારી સમક્ષ મૂકી રહ્યાં છીએ….

અલથાણ ડમ્પિંગ સાઈટમાં બનશે ફોરેસ્ટ, અહીં બટર ફલાય અને ઔષધિ વનનું અટ્રેકશન રહેશે
સિદ્ધર્થ મહેતાએ જણાવ્યું કે, અલથાણમાં પહેલા કચરો ઠલવાતો હતો, તે ડમ્પિંગ સાઇટ હતી. જ્યાં બાયોડાઈવર્સીટી પાર્ક બને છે તેમાં 13500 સ્કે. મી. જગ્યા અમને SMC દ્વારા આપવામાં આવી છે. ત્યાં કચરાની સફાઇ કરી અમારા દ્વારા 35800થી વધુ પ્લાન્ટ્સ લગાવી ઘનિષ્ઠ જંગલ (મિયાવાકી ફોરેસ્ટ) બનાવાશે. તેમાં બટરફ્લાય પાર્ક, ઔષધી વન અને તળાવ બનશે. તેના માટે જમીન, પાણી અને હવાના ટેસ્ટ થશે. જંગલ બન્યા બાદ કેટલા બટરફલાય આવ્યા, કેટલી પ્રજાતિના પક્ષીઓ આવ્યા તેનો સર્વે રિપોર્ટ પણ તૈયાર કરાશે.
સરથાણા ઝૂ અને ત્રણ ગાર્ડનમાં 30 હજારથી વધુ પ્લાન્ટથી અર્બન ફોરેસ્ટ ઉભા કર્યા
સિદ્ધાર્થ મહેતાએ જણાવ્યું કે, અમારી ટીમે સરથાણા ઝૂમાં 6350 સ્કે.મી. જગ્યામાં 21900 પ્લાન્ટ્સ લગાવ્યા છે. જેમાં લાલ દરવાજાના ગાર્ડનમાં 726 સ્કે.મી. જગ્યામાં 2500 પ્લાન્ટ, મોટા વરાછાના બગીચામાં 1250 સ્કે. મી. જગ્યામાં 3700 પ્લાન્ટ અને સીમાડા સરથાણાના ઉદ્યાનમાં 3100 સ્કે.મી. જગ્યામાં 3500 પ્લાનટ લગાવી તેમને અર્બન ફોરેસ્ટ (શહેરી વન) માં ફેરવી દીધા છે.

આ પ્રોજેકટ માટે બનાવાશે વન મિત્ર

આ પ્રોજેકટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સાકાર કરવાનું પ્લાનિંગ છે. સિદ્ધાર્થભાઈએ જણાવ્યું કે, આ પ્રોજેકટ માટે 115 વનમિત્ર બનાવાશે. જે લોકો સુધી આ મિયાવાકી ફોરેસ્ટની માહિતી પહોંચાડશે. અહીં 11500 સ્કે.મી. જગ્યામાં પ્લાન્ટેશન થશે એટલે દરેક વન મિત્ર 100 જણા સુધી આ માહિતી પહોંચાડશે અને 1.50 લાખ રૂ. ફંડ ઉઘરાવશે. પ્લાન્ટેશન વેળા દરેક વનમિત્ર 100 લોકોને પ્લાન્ટ લગાડવા બોલાવશે. દરેક વનમિત્ર 100 સ્કે.મી. જગ્યા એડોપ્ટ કરશે.