તા. 9-2-21ના ગુજરાતમિત્રમાં હેતાભૂષણની ચાર્જીંગ પોઇન્ટ નામની કોલમ ખૂબ જ સરસ બોધદાયક હોય છે. એમાં ધર્મ, સમાજ અને શિક્ષણ માટે સાચી સમજ આપતા લખાણો નાની વાર્તાનાં સ્વરૂપમાં આપવામાં આવે છે જે ટૂંકમાં ઘણું બધું કહી જાય છે. આભાર હેતાબેન! ઉપર મુજબની વાર્તામાં એક ફૂલની ચાદરની વાત મૂકી છે. જે શ્રીમંત યુવાન પોતાનાં ધન થકી એક જાતનો અહંકાર- પોતાની પ્રિયતમાની કબર પર ચઢાવવા માળીને ઓર્ડર કરે છે એન એક નાનો બાળક પોતાનાં પિતાની કબર પાસે રડતો બેસીને પપ્પાને કહે છે કે ઊઠો પપ્પા મારા શિક્ષકે કહ્યું છે કે આવતીકાલે ફી લઇ આવજે. તારા પપ્પાને બોલાવતો આવજે નહીં તો દાખલ ન કરીએ. યુવાન રડતાં બાળક પાસે જાય છે અને પૂછે છે તો બાળક પોતાની વ્યથા બતાવે છે અને શ્રીમંત યુવાનનો અહંકાર ઓગળી અને બાળક તરફ પ્રેમભાવ જાગે છે અને પોતાની પ્રિયતમા માટેની અતિ કિંમતી ચાદરનો ઓર્ડર રદ કરી બાળકને પોતાની સાથે લઇ જઇ બીજે દિવસે ફી ભરી બાળકે પુસ્તક તથા કપડાં અપાવી પોતાની સાથે રાખી ભણાવે છે. છે સાદી નાની વાત પરંતુ કેવી દિલને સ્પર્શી જાય એવી છે. આજના કહેવાતાં અહંકારી માલેતુજારોએ આ વાત વાંચી ગરીબ બાળકોનાં ભણતર માટે પોતાનું ધન બધાંને આપી જાય છે. નાનકડી આ વાત મસમોટો બોધપાઠ આવી જાય છે. સ્વર્ગની શોધ કરવા જવાની જરૂર જ ન પડે! ધનવાનો- માલેતુજારો વાંચે અને વિચારે!
પોંડીચેરી -ડો. કે. ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.