Vadodara

બાજવામાં દુષિત પાણી છોડાતા પૂર જેવી પરિસ્થિતિ

વડોદરા: જીએસએફસી કંપનીમાંથી વારંવાર દૂષિત પાણી તળાવમાં છોડવામાં આવતા અનેક વખત છલકાઇને પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા તળાવ નજીક રહેતા ગરીબ પરિવારો કફોડી હાલતમાં મૂકાઇ જતા હોબાળો મચી ગયો હતો. બાજવા ગામ નજીક આવેલ જીએસએફસી કંનીના દુષિત પાણી પ્રકરણનો વધુ એક વાર વિવાદ છંછેડાતા ગ્રામજનો અને સામાજિક આગેવાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. કરોડો રૂપિયાની જીએસઅેફસી કંપનીના સત્તાધીશો વર્ષોથી કંપનીનુ દૂષિત પાણી ગામના તળાવમાં છોડે છે આજ સુધી પાણી નિકાલનુ નિરાકરણ લાવી ના શકતા  કંપની સત્તાવાળા સાથે ભૂતકાળમાં પણ ગ્રામજનોનુ ઘર્ષણ થઇ ચુકયુ છે.

પાટનગર સુધી વગ ધરાવતા કંપની સંચાલકોના જડ વલણથી દૂષિત પાણી તળાવમાં છોડાયુ હતુ. એક તો ચાલુ વરસાદથી તળાવ છલકાઇ ગયુ છે. તે છતાં કંપનીએ દૂષિત પાણી છોડતા ગામ નાના બેટમાં ફેરવાઇ ને જળબંબાકાર બની ગયુ હતુ. પૂર જેવી વિષમ પરિસ્થીતી થઇ જવા છતાં ગામના રાજકીય અગ્રણીઓ કે હોદેદારો હરફ સુધ્ધા ઉચ્ચારતા નથી. પાણી મામલે આંખ મિચામણા કરતા અને રાજકીય ઇશારે નાચતા તમામને શાબદિક પ્રહાર કરતા સામાજિક કાર્યકર હિતેન્દ્ર ખંડવીએ તંત્ર સામે વેધક સવાલો કરતા પ્રશ્નો ઉઠાવ્યા હતા. માત્ર ચૂંટણી સમયે વોટ માગવા નીકળતા રાજકારણીઓુ ધ્યાન ગામની સમસ્યા પર કયારે પડશે ? તે ચર્ચાનો વિષય બની ગયો છે.

Most Popular

To Top