SURAT

નાના વરાછાના ઈલેક્ટ્રીક બાઈકના શો રૂમમાં આગ લાગી, બધા વાહનો બળી ગયા

સુરત: શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રિક બાઈકના એક શો-રૂમમાં આજે શનિવારે તા. 11 મેના રોજ આગ લાગી હતી. શો રૂમમાં મુકેલી ઈવી બાઈક સળગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે મોટી સંખ્યામાં આગ ઓલવવા પાણીના ટેન્કરો દોડાવવા પડ્યા હતા.

ફાયરના સૂત્રોએ જણાવ્યું કે, નાના વરાછામાં ઈવીના શો રૂમમાં આગ લાગ્યાનો કોલ મળતા કાપોદ્રા, સરથાણા અને વરાછા ફાયર સ્ટેશનથી ગાડીઓ દોડાવવામાં આવી હતી. આખા શો રૂમમાં આગ લાગી હતી. તેના કારણે ધૂમાડો ખૂબ ઉઠ્યો હતો. આગ કયા કારણસર લાગી તે જાણવા મળ્યું નથી. શો રૂમની અંદર રહેલી બાઈક અને ફર્નિચર સહિતની તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે.

ગેસ લીકેજ થતાં સિલિન્ડરને વહેતી ખાડીમાં નાંખી દીધો
સુરત: ભેસ્તાન સ્થિત સરસ્વતી આવાસમાં એક મકાનમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી, તેને કારણે ભાગદોડ મચી ગઈ હતી. આ વિસ્તારમાં સામેની સાઈડ ઉપર જ ભેસ્તાન ફાયર સ્ટેશન આવ્યું છે, ઘટનાની જાણ થતા જ ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા.

સરસ્વતી આવાસમાં દિપક ગાયકવાડના મકાનમાં સાંજે 4:30 કલાકે મકાનમાં જમવાનું બનાવતી વખતે ગેસના બર્નરમાંથી ગેસ લીકેજ થતા આગ લાગવાની શરૂઆત થઇ હતી. જો કે આ સમયે ઘરમાં હાજર સભ્યોએ ગેસ સિલિન્ડરને બાજુમાં વહેતી ખાડીમાં નાખી દીધો હતો, તેને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હોવાનું ઘટના સ્થળે હાજર ભેસ્તાન ફાયર સબ ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું.

Most Popular

To Top