ભરૂચ: ભરૂચની બાયપાસ ચોકડી પર આવેલી એક હાર્ડવેરની દુકાનમાં સોમવારે મધરાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ભરૂચ નગરપાલિકા ફાયર ફાયટરોએ દોડી આવી પાણીની મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચ શહેરમાં સોમવારે મધરાત્રે અચાનક વાતાવરણ આવેલા પલ્ટા બાદ વાવાઝોડા અને ગાજ વીજ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો.ત્યારે ભરૂચના બાયપાસ ચોકડી પર આવેલી હાફિઝ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.
આગની જાણ સ્થાનિકોએ ભરૂચ પાલિકાના ફાયર ફાયટરોને કરતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ચારેય બાજુ અંધારપટ હોવા છતાંય ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની ન થતા રાહત અનુભવી હતી.
તાપી જિલ્લામાં ભર ઉનાળે માવઠાએ લોકોને ધમરોળ્યાં
વ્યારા: તાપી જિલ્લાનાં પૂર્વ પટ્ટી વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. ભેંસકાત્રી, કાલીબેલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભારે પવન સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાતા વ્યારાની આસપાસનાં અનેક ગામોમાં વૃક્ષો ધરાશયી થવાની ઘટના સામે આવી હતી. મુખ્ય માર્ગો ઉપર વૃક્ષો જમીનદોસ્ત થતા વાહન વ્યવહાર અટવાયો હતો. ગામલોકોએ માર્ગો પર પડેલા વૃક્ષો હટાવી વાહન વ્યવહાર પૂર્વવ્રત કર્યો હતો. તોપી જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ જોવા મળી રહ્યો હતો. ખેડૂતોની ચિંતા વધી છે તો બીજી બાજુ વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે.