દાહોદ: દેવગઢબારિયા નગરમાં એસ.ટી.ડેપોના વર્કશોપમાં મૂકેલી એક એસટી બસમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી પાલિકાના ફાયર ફાઈટરે આગ ઉપર કાબૂ મેળવતા એસટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૧૪ નવેમ્બરના રોજ વહેલી સવારે નગરમાં આવેલ એસ.ટી.ડેપોમાં દેવગઢ બારીયા થી સેલવાસ ફ્રુટની બસ નંબર જીજે 18 31 97 ના ચાલકે બસની મેન્ટેનન્સ માટે વર્કશોપ માં મૂકી હતી અને તે પછી બસની વોશિંગ માટે મૂકવામાં આવી હતી ત્યાર પછી બસના ચાલકે બસને ચાલુ કરવા જતા બસ નું સ્ટેટસ ચોટી ગયુ હોય એમ લાગતા બસ ને ફરી વર્કશોપમાં મૂકવામાં આવી હતી ત્યારે થોડીવારમાં બસના આગળ ભાગે ધુમાડો નીકળતા વર્કશોપમાં રહેલા કર્મીઓએ બસ માં જઈ ને જોતા બસ ના એન્જિન ના ભાગે આગ લાગી ગઈ હતી.
અને તેમાંથી એકાએક ધુમાડાના ગોટા નીકળતા કર્મીઓ દ્વારા આગ ઓલવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી કર્મીઓ આજે ઉપર કાબૂ મેળવે તે પહેલાં જ આઠ બેકાબૂ બની આંખના કોટા નીકળતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા ત્યારે ડેપો માં મુકેલા અગ્નિશામક ના સાધનો નો ઉપયોગ કરતા તે પણ કાર્યરત થયેલ નહીં અને આગ વધુ વિકરાલ બનતા અન્ય બસો તેમજ અન્ય સાધન સામગ્રીને આગ લાગે તે પહેલાં જ પાલિકા ના ફાયર ફાઈટર ની જાણ કરતા તે તાત્કાલીક દોડી આવી આગ ઉપર કાબૂ મેળવતા એસટી બસના આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે આ આગ ઉપર ફાયર ફાઈટર કાબૂ મેળવતા છે. એસટી તંત્રના કર્મીઓએ હાશકારો અનુભવ્યો હતો તારે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી હાલ આ બનાવ શોર્ટ સર્કિટથી બન્યો હોવાનું અનુમાન એસટી તંત્રના કર્મીઓ લગાવી રહ્યા છે.