SURAT

સુરતમાં વિસર્જન યાત્રા વખતે ગણપતિની મૂર્તિ પાછળ આગ લાગતા અફરાતફરી મચી

સુરતઃ શહેરમાં રાત્રિના 3 વાગ્યાથી ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. શહેરમાં કોમી એખલાસના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્વક વિસર્જન યાત્રા નીકળી રહી છે. દરમિયાન શહેરના ભાગળ ચાર રસ્તા પર એક અનિચ્છનીય ઘટના બનતા ભક્તો દુઃખી થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભાગળ ચાર રસ્તા પર ભક્તો વિસર્જન યાત્રા વખતે ફટાકડા ફોડી રહ્યાં હતાં. દરમિયા એક ફટાકડાનો તણખો ગણપતિની મૂર્તિની પાછળના કપડાં પર લાગી હતી, જેના લીધે આગ લાગી હતી. આગના પગલે અફરાતફરી મચી ગઈ હતી. યાત્રામાં જોડાયેલા ભક્તોએ ચપળતા દાખવીને પાણી નાંખી આગ સમયસર ઓલવી નાંખતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Most Popular

To Top