ભારતીય રાજકારણમાં કોઈપણ પાર્ટી, સંસ્થા, વ્યકિત ને સંવિધાનનાં શરતે સંવિધાન તરફથી લોકતંત્રમાં ભાગીદારી બની દેશને નેતૃત્વ કરવાનું અધિકાર આપ્યા છે. ઓવેસીની પાર્ટી નામથી ખબર પડે છે કે મુસ્લિમ ભાઈઓનાં સેવા તેમજ નેતૃત્વમાં ભાગીદાર બનેલ પાર્ટી છે ! તેમાં ખરેખર કેટલાં હિન્દુઓ જે બહુમતી ભારતીય હોય તે સામેલ છે ?
કોઈ પ્રશ્ન કરતું દેખાતું તો નથી ! ગુજરાતનાં મહાનગર પાલીકાનાં 7 બેઠકો પર AIMIM નો કબ્જો આવ્યો તે ક્યાં વિસ્તારનો છે કહેવાતી જરૂર નથી. હાં તે પાર્ટી થી કોંગ્રેસને મોટું નુકસાન થયું.
બિહારની વિધાનસભા ચુંટણીમાં AIMIM ભાગ લીધો અને સાતે બેઠકો ઉમ્મીદ કરતા સારૂં જીતી બતાવી ત્યાં પણ કોંગ્રેસ, સાજદ અને જદયુ ને નુકશાન થયું AIMIM નાં પ્રવેશી તેમાં કોઈ બેમત નથી. મોટો એક પ્રશ્ન છે ? કોંગ્રેસ, જદયુ, રાજદ જેવી પાર્ટીઓ મુસ્લીમ વર્ગને તુષ્ટીકરણ માટે કે વોટ તો લાભે મુસ્લિમમાંનાં તહેવારોમાં ભાગ લેતા હતાં, તો હિન્દુઓનાં વોટ માટે ઓવેસીભાઈ તે મંદીર જવા માટે કે તેમનાં તહેવારોમાં ભાગ લેવા કહેશો ? અને ઓવેસીભાઈ ખરેખર ભાગ લેશે ?
AIMIM પાર્ટીથી મુસ્લિમ વર્ગને હાલ ફાયદો થશેજ પણ ભારત વર્ષને ભવિષ્યમાં શું અસર થશે તે વિચારણીય છે.
કોસંબા તરસાડી – રાજેશ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.