જાંબુઘોડા: જાંબુઘોડા કોર્ટ બિલ્ડિંગ ની પાછળ આવેલ સૂખી નદીના પટમાં કોઈ અજાણી માતા દ્વારા અંદાજિત ચારથી પાંચ મહિના નો ગર્ભ ને ત્યજી દીધેલી હાલતમાં મળી આવતા લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી નદી માં રમતા છોકરાઓ એ જોતા આ વાતની જાણ અન્યો ને કરાતા નદીના પટમાં આવેલી ઝાડી ઝાંખરા ઓ માં હોવાથી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.
આવું કૃત્ય કરનાર માતા શું કુવારી હશે કે પછી પરણિત તેવા પણ સવાલો ઉપજીયા હતા અને જોનારાઓએ જણાવ્યું હકીકત પ્રમાણે આ ગર્ભ ત્યજી દેનાર મોટર સાયકલ ઉપર આવ્યા હતા અને તેની સાથે એક સાડી પહેરેલી સ્ત્રી પણ હતી તેવું જાણવા મળે છે. ત્યારે આવું અમાનવીય કૃત્ય કરનાર સામે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જાંબુઘોડા હાર્દ સમા એવા મામલતદાર કચેરી અને કોર્ટ બિલ્ડીંગ પાસે ભરચક અવર જવર રહેતા રોડ પર થી કાળજુ કંપાવી દે તેવું આવું કૃત્ય કરનાર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.