માણસ આજે ઝડપી જમાનામાં પોતે પોતાનું જીવન જીવવાનું ભુલી ગયો લાગે છે. હું જ્યારે બાઈક પર બજારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક મારી નજર એક ગાડીના કારીગર પર પડી એક સરસ મઝાનું છાંયડાવાળુ મોટુ ઝાડ હતું, એની નીચે એક બેન્ચ હતી, બાજુમાં એની નાની કેબીન હતી અને એ ભાઈ બેન્ચ પર બેઠા હતા. એ ભાઈ એટલા માટે આકર્ષક લાગતા હતા કે એમની આંખ ભુરી હતી એ ભાઈ એટલી બધી શાંતિથી બેઠા હતા કે કોઇ કલ્પના ના કરી શકે. બેન્ચ પર પલાઠી વાળીને બંને હાથ ઘુંટણ પર એક હાથમાં બીડી ખોસી હતી માથાનાં કાળાવાળ સફેદ દાઢી અને ગળામાં કાળો દોરો મોઢા પર મંદમંદ સ્મિત હતું. જાણે એવું લાગી રહ્યું હતું કે જીવનમાં બધું પામીને નીરાંતની પળો માણવા બેઠા હોય. સુખી જીવનની શોધમાં આપણે ખરેખર જીવન જીવવાનું કદાચ ભૂલી ગયા. હોય એવું મને અનુભવ કરાવી દીધો.
મોરીઠા (માંડવી) – ચૌધરી કરૂણેશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
