Vadodara

દેવારૂપી હવન કુંડમાં ત્રણ સભ્યોનો પરિવાર હોમાયો

વડોદરા : બાપોદમાં પિતાએ પુત્રના ફાંસો આપ્યા બાદ પોતે પણ આપઘાત કર્યાની ઘટનાની સાહી સુકાઇ નથી કે દેવા રૂપી હવનમાં નાનો સરખો પરિવાર હોમાઇ ગયો હોવાના બનાવને લઇ સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ છે. વાઘોડિયા રોડ પર એક ડુ્પ્લેક્ષમાં પતિ-પત્ની અને 7 વર્ષીય બાળકે દેવુ વધી જવાના કારણે સામૂહિક આપઘાત કરી લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.  

ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્ષના મકાન નંબર A-3 102માં  રહેતા પ્રિતેશ પ્રતાપભાઇ મિસ્ત્રી શેરબજારનું કામ કરતા હતા. તેમના પત્ની હાઉસ વાઇફ હતા. દંપતીને કાનૂડા જેવો 7 વર્ષનો પુત્ર હતો જેનું હર્ષિલ મિસ્ત્રી હતું. પરંતુ  પ્રિતેશ મિસ્ત્રી બેન્કોમાંથી વધુ પડતી લોનો લીધી હોવાથી તેમના માથા ઘણું દેવુ થઇ ગયું હતું. જેથી તેઓ આર્થિક ભીંસ અનુભવતાહતા અને સામૂહિક આપઘાત કરવાનુ નક્કી કરી લીધું હતું. રવિવારે રાત્રે તેઓ પહેલા પુત્રને ઓશિકાથી મોઢુ દબાવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પત્ની ફાંસો આપ્યો હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે અને અંતે પ્રિતેશ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કરીને જીવનનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ છતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

રવિવારે રાત્રે માતાને મેસેજ દ્વારા જમવા આવજો તેવો મેસેજ કર્યો
મિત્ર કેતન ચુનારાના જણાવ્યા મુજબ પ્રીતેશભાઈએ રવિવારે રાત્રે મકરપુરા ખાતે રહેતા તેમના મમ્મીને મેસેજ કર્યો હતો કે જમાવાનું રાખ્યું છે તમે સોમવારે સવારે ઘરે આવજો. જેથી સોમવારે સવારે તેમનાં મમ્મી તેમના ઘરે ગયાં હતા તે દરમિયાન પ્રીતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા અને તેમનાં પત્ની સ્નેહાબેન અને પુત્ર હર્ષિલના મૃતદેહો પલંગ ઉપર પડ્યા હતા. માતાએ આક્રંદ મચાવવા સાથે બુમાબમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઇ હતી.

દિવાલ પર અમારી મરજીથી આપઘાત કરીએ છીએ તેવું લખ્યું
વાઘોડિયા રોડ પર સામૂહિક આપઘાત કર્યાનો મેસેજ મળતા પાણીગેટ પીઆઇ એસ એ ગોહિલ સહિતના સ્ટાફ ઘટના દોડી ગયો હતો. પોલીસ કાફલો રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે કર્મીઓ પણ ચોકી ઉઠ્યા હતા. પ્રિતેશના ઘરની દિવોલા પર અમે અમારી મરજીથી આપઘાત કરીને છીએ આમાં કોઇ જવાબદાર નથી તેવું લખાણ લખ્યું હતું. બેન્કોમાંથી વધારે લોન લીધી હોવાના કારણે તેઓના માથે દેવું વધી ગયું હતું. સાથે તેઓ થોડા દિવસો અગાઉ એક કાર ખરીદી કરી હતી જેથી તેઓ વધુ દેવા તળે ફસાઇ ગયા હતા અને તેના હપ્તા પણ ભરી શકતા ન હોવાના કારણે સંકોચ અનુભવતા હતા આખરે આત્મહત્યા કરી દેવાના ટેન્શનમાંથી મુક્તી મેળવવા પગલું ભર્યું હતું. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બે દિવસથી ત્રણમાંથી કોઇપણ બહાર નીકળ્યું ન હતું.

પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહોને પીએમ અર્થ એસએસજીમાં ખસેડવામાં આવ્યાં
સામૂહિક આપઘાતને મેસેજ મળતાની સાથે પાણીગેટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચતા ઘર માલિક પ્રિતેશભાઇ ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. જ્યારે પુત્ર અને પત્નીના મૃતદેહ પડેલા જોવા મળ્યા હતા. જેથી પોલીસે પ્રિતેશ મૃતદેહ નીચે ઉતાર્યો અને ત્રણે મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા બાપોદ વિસ્તારના વુડાના મકાનમાં પત્નીના અતિશય ત્રાસથી કંટાળી પિતાએ પહેલા પુત્રને ફાસો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારબાદ પોતે પણ ઓઢણી વડે પંખા સાથે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. જેમાં પોલીસ દ્વારા પત્ની સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને પત્નીની ધરપકડ કરી હતી.

Most Popular

To Top