SURAT

સચીનમાં રોંગ સાઈડ દોડતી BRTS બસે ટક્કર મારતા એક પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો

શહેરના સચીન વિસ્તારમાં બીઆરટીએસ બસના ચાલકની ગફલતના લીધે એક પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે. રોંગ સાઈડ દોડતી બસે ટક્કર મારતા બાઈક ચાલક 50 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સચીન વિસ્તારમાં રોડ એક્સિડેન્ટમાં 50 વર્ષીય ભાવેશ જ્યોર્તિધર મહેતાનું મોત નિપજ્યું છે. બીઆરટીએસ બસ નં. 205ના ડ્રાઈવરને ભૂલના લીધે આ અકસ્માત થયો હોવાની માહિતી બહાર આવી છે. ડ્રાઈવર રોંગ સાઈડ બસ દોડાવી રહ્યો હતો. મૃતકના પુત્રએ બીઆરટીએસ બસના ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સાથે ડ્રાઈવર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર આ અકસ્માતની ઘટના સાત વલ્લા પુલ નજીક બની હતી. પુલનું રિપેરિંગ ચાલી રહ્યું હોવાથી અહીં ડાયવર્ઝન અપાયું છે. તે ટર્નિંગ પર અવારનવાર અકસ્માતો થાય છે. મૃતક ભાવેશભાઈ પોતાની બાઈક (જીજે-21-એસ-7709) લઈને પલસાણાથી હજીરા તરફ જતા હતા ત્યારે રાતે આશરે સાડા નવ આસપાસ સચીન-પલસાણા હાઈવે પર સાત વલ્લા પુલ પાસે બીઆરટીએસ બસ (જીજે-05-બીએક્સ-3420)ના ડ્રાઈવર અસ્નેને ટક્કર મારી હતી. બસ રોંગ સાઈડ ફૂલસ્પીડમાં દોડી રહી હતી. બાઈકને જોરમાં ટક્કર લાગી હતી. આ ટક્કરથી ભાવેશભાઈની બાઈક બસમાં ઘુસી ગઈ હતી. તેઓ રસ્તા પર પડ્યા હતા. તેમના શરીર પર બસ ફરી વળી હતી. મોંઢા, ડાબી આંખ, નાક, કાન, જમણો હાથ, જમણો પગ ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના સ્થળે જ ભાવેશભાઈનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

ટનાસ્થળે પહોંચેલી 112 પોલીસ ટીમ અને સ્થાનિક સચીન પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બસ ડ્રાઇવર અસ્નેનને પકડી લેવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ આઇપીસી કલમ 304A (લાપરવાહીથી મોત) હેઠળ કેસ નોંધાયો છે.

પરિવારની ફરિયાદમાં જણાવ્યું છે કે, તપાસમાં જે તથ્યો નીકળે તેને આધારે કડક કાર્યવાહી થવી જોઈએ. એસએમસી અને પોલીસ વિભાગની બાજુથી હજુ સુધી કોઈ આધિકારિક નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ શહેરી પરિવહન વ્યવસ્થા અને રસ્તા સુરક્ષા પર ફરીથી સવાલો ઉભા કરી દીધા છે.

વધુમાં જાણવા મળ્યું અનુસાર મૃતક ભાવેશભાઈ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. પરિવાર અઠવા ગેટ વિસ્તારમાં અઢી વર્ષથી રહે છે.

Most Popular

To Top