SURAT

સુરતઃ રેલિંગ તોડી ડમ્પર BRTS રૂટના ડિવાઈડર પર ચડી ગયું

સુરતઃ શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકો અવાર નવાર જીવલેણ તેમજ ગંભીર અકસ્માતો સર્જતા હોય છે. રસ્તાઓ પર પુરઝડપે દોડતા ડમ્પર ચાલકોને કારણે રાહદારીઓ તેમજ અન્ય વાહન ચાલકોના જીવને પણ ખતરો હોય છે. ત્યારે ઉધના હરીનગર ખાતે એક ડમ્પર ચાલકે બેફામ રીતે હંકારી પોતાનું નિયત્રંણ ગુમાવી બીઆરટીએસ રૂટમાં ઘુસી જઈ રેલિંગ તોડી નાખી હતી. એટલું જ નહીં ડિવાઈડર પણ તોડી નાખ્યો હતો. આ ઘટનાને લીધે સ્થળ ઉપર ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.

  • સુરતના ઉધના-નવસારી રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે બની ઘટના
  • ડમ્પર પર ડિવાઈડર પર આડું ઉભી રહી જતા બસોની અવરજવર બંધ થઈ

મળતી માહિતી મુજબ એક ડમ્પર ચાલક ઉધના હરિનગર પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ડમ્પર ચાલકે પોતાના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. એક બાજુ ડમ્પર સ્પીડમાં દોડી રહ્યું હતું અને બીજી તરફ ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર બીઆરટીએસ રૂટમાં ઘુસી ગયું હતું.

પરિસ્થિતિ એવી હતી કે ચાલક નિયત્રંણ નહી કરી શક્યો જેને કારણે બીઆરટીએસ રૂટની રેલીંગ તૂટી હતી. એટલુંજ નહીં ગઈ રેલીંગ તોડી ડમ્પર ડિવાઈડર પર ચડી ગયું હતું. જેને કારણે ડિવાઈડર પણ તૂટી ગયું હતું જ્યારે આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

ઉધના મેઈન રોડ પર સર્જાયેલા 20 ટાયર ધરાવતા ડમ્પરના અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. ડમ્પર એ રીતે આડું ઉભું રહી ગયું હતું કે, બીઆરટીએસનો આવક-જાવકનો રૂટ બંધ થઈ ગયો હતો. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી.

Most Popular

To Top