SURAT

નશામાં ચૂર બુટલેગરે મહિલાના મોઢા પર બંદૂક તાકી ગોળી મારી દીધી

SURAT : શહેરના ગોડાદરા ખાતે બુધવારે રાત્રે કરફ્યુના ( NIGHT CURFEW) સમયે સોસાયટીના નાકે આવેલા મંદિરના પગથિયે દેરાની અને જેઠાણી બેસેલી હતી. ત્યારે રામુ નામનો બુટલેગર (BUTLER-GAR) હાથમાં રિવોલ્વર (REVOLVER) લઈને નાશાની હાલતમાં સંગીતાબેનની પાસે આવ્યો હતો. અને ‘આજે મારો બર્થડે છે મને આશીર્વાદ આપશો કે નહીં’ તેમ કહેતા સંગીતાબેનએ ‘હું તને ઓળખતી નથી. તું કેમ વાત કરવા મારી પાસે આવે છે’ તેમ કહ્યું હતું. ઉશ્કેરાયેલા બુટલેગર રામુએ રિવોલ્વર સંગીતાબેનના મોઢા પર તાકી ફાયરિંગ કરતા મોઢા પર ગોળી વાગી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ગોડાદરા ખાતે મહારાણા પ્રતાપનગર સોસાયટીમાં રહેતી 30 વર્ષીય સુશીલાબેન સંતોષભાઈ આહીરે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં તેમની જેઠાણી સંગીતાબેન (ઉ.વ.38) ઉપર રામુ નામના વ્યક્તિએ ફાયરિંગ કરવા અંગેની ફરિયાદ દાખલ કરાવી છે. સંગીતાબેન અને સુશીલાબેન એક જ સોસાયટીમાં રહે છે. ગઈકાલે રાત્રે પોણા દસ વાગે સુશીલાબેન અને તેમની જેઠાણી સંગીતાબેન સોસાયટીના નાકે આવેલા રાધાકૃષ્ણ મંદિરની બહાર બાંકડા પર બેસેલી હતી. તેમની બંનેની દિકરી પણ તેમની પાસે બેસેલી હતી. ત્યારે રાત્રે દસ વાગ્યાના અરસામાં મહારાણાપ્રતાપ ચાર રસ્તા પાસે રહેતો રામુ ગૌસ્વામી અને અન્ય એક વ્યક્તિ ચાલતા ચાલતા સુશીલાબેન પાસે આવ્યા હતા. તે વખતે રામુના હાથમાં બંદુક હતી. અને રામુએ આવીને સંગીતાબેનને ‘માસી આજે મારો જન્મદિવસ છે, મને આશિર્વાદ આપશો કે નહીં.’ તેમ કહેવા લાગતા સંગીતાબેનએ ‘તને હું તને ઓળખતી નથી, તું શું કામ મારી પાસે વાત કરવા માટે આવે છે? તેમ કહેતા રામુ ઉશ્કેરાઈ ગયો હતો. અને તેના હાથમાં રહેલી બંદુક લોડ કરી, સંગીતાબેન ઉપર તાકી દીધી હતી. અને એક રાઉન્ડ ફાયરિંગ કરતા સંગીતાબેનને ચહેરા પર નાકની જમણી બાજુના ભાગે ગાલ પર બંદુકની ગોળી વાગી હતી. તેમને ગંભીર ઇજા થતા લોહી નીકળતા તેમને બુમાબુમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા રામુ ત્યાંથી ભાગી ગયો હતો. સંગીતાબેનને 108માં તાતિકાલક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.


રામુની સામે ત્રણ પ્રોહિબિશનના ગુના અને 2 વાર પાસા થયા છે
સંગીતાબેન ઉપર હૂમલો કરનાર રામુ લીસ્ટેડ બુટલેગર છે. રામુની સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ત્રણ ગુના દાખલ છે. આ સિવાય રામુની સામે બે વખત પાસા થયેલા છે. ગોડાદરા અને લિંબાયત વિસ્તારમાં રામુનો આંતક ઘણા સમયથી છે. પરંતુ આ મહિલા ઉપર સામાન્ય બાબતે ફાયરિંગ કરતા ગોડાદરા પોલીસની ધાકના ધજાગરા ઉડતા દેખાયા છે. કરફ્યુ સમયે પણ એક લીસ્ટેડ બુટલેગર બિન્ધાસ્ત હાથમાં પિસ્તોલ લઈને ફરતો હોય તે ગંભીર બાબત છે.

Most Popular

To Top