તાજેતરમાં ભવન્સ કલ્ચરલ સેંટર, અંધેરી આયોજીત એલએલડીસી નાટય સ્પર્ધા 2023 વર્ષ 15મુંના ઉપક્રમે જીવનભારતી હોલમાં વર્તમાનપત્રોના સહયોગ થકી સાત દિવસીય સ્પર્ધાનું સુંદર આયોજન થયું. સુરતીઓ મોજશોખ કે મનોરંજન જ નથી કરતા. ગુજરાત રંગભૂમિને નવેસરથી ઓકિસજન પૂરો પાડવાનું ભગીરથ કાર્ય કરે છે તે માટે કપિલદેવ શુકલ સહિત જીવનભારતી નાટયકર્મીઓ, સંસ્થાઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ જીવનભારતીના નાટય કાર્યક્રમમાં કપિલદેવ શુકલની મીઠી ટકોરને મેયર હેમાલીબેન બોઘાવાલાએ મારી મેયર તરીકેની અવધિ પૂરી થતાં પહેલાં સુરતી નાટયપ્રેમીઓ માટે ગાંધી સ્મૃતિ ભવન (નાનપુરા, ટીમલીયાવાડ, સુરત)નું ખાતમુહૂર્તવિધિ કરીને જઇશનું અભયવચન આપ્યું છે તે માટે પણ એસએમસીના પદાધિકારીઓને અભિનંદન. કલાજગત માટે ગાંધી સ્મૃતિ મહત્ત્વનું મંચ પૂરું પાડે છે. પ્રવીણભાઇ સોલંકી અને લલિત શાહ જેવા રંગભૂમિને સમર્પિત રહી સ્પર્ધા યોજે છે તે અભિનંદનીય છે.
સુરત – ભગુભાઇ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગણિતની કમાલ
૧૦૦લે ફિલ્મ છે, ૧૦૦નલ નામ છે. ૧૦૦લંકી અટક છે, ૧૦૦ની પણ અટક છે. ૧૦૦નેરી કલર છે, ૧૦૦ડા પીવાય છે. ૧૦૦ફા પર બેસાય છે, ૧૦૦નું પહેરાય છે. ૧૦૦નપરી હોય છે, ૧૦૦ઈથી સિવાય છે. ૧૦૦મ એક વાર છે, ૧૦૦બત એવી અસર હોય છે. ૧૦૦ની નોટ હોય છે, ૧૦૦દા શેરમાર્કેટમાં થાય છે. ૧૦૦પારી પાનમાં ખવાય છે, ૧૦૦મનાથ મંદિર છે. ૧૦૦ફ્ટ ડ્રીંક પીવાય છે અને તમને હેરાન કરીને ૧૦૦રી પણ કહેવાય છે. અને છેલ્લે ઓય યાર, ૧૦૦સ્વીટ પણ કહેવાય છે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રૂપિયાનું મુલ્ય મોંઘવારીએ ઘટાડયું છે
સરકારી નોકરોને વધતી મોંઘવારી સામે મોંઘવારી ભથ્થુ આપે છે પણ ખાનગી કર્મચારીઓને કશું આપતા નથી. 10 કલાક સામે માંડ પેટ ભરાય એટલુ મળે છે. માંદગી સામે વ્યાજે રૂપિયા લેવાની નોબત આવી જાય છે. આપણા વડીલોને રૂપિયો ગાડાના પૈંડા જેવો લાગતો આજે સ્કુટરના પૈંડા કરતા પણ નાનો થઇ ગયો છે. અસલ પાવલીના આકારનો રૂપિયો સરકારે બહાર પાડયો છે. પાવલી નેસ્તનાબુદ કરવામાં આવી હવે એજ હાલત રૂપિયાની થશે.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.