Dakshin Gujarat

બોબીન ખાલી કરવા ગયેલા ટેમ્પો ચાલકના ગુપ્તાંગ પર કૂતરાએ બચકાં ભર્યા

  સુરત : સાયણ વિસ્તારમાં આવેલા કાપડના કારખાનામાં બોબીન ખાલી કરવા ગયેલા ટેમ્પો ચાલકના ગુપ્તાંગ પર શ્વાને બચકું ભરી લેતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

સિવિલ હોસ્પિટલના  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ સચિન પાલી ગામમાં ખાતે રહેતા 32  વર્ષીય અજય લોચનભાઈ માથુર  પરિવાર સાથે રહે છે. અને ટેમ્પોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે અજય ટેમ્પોમાં સાયણ ખાતે આવેલા સંચા ખાતામાં બોબીન ખાલી કરવા ગયો હતો.

ટેમ્પોમાંથી બોબીન ખાલી કરવા માટે અજય ખાતામાં ખાલી જગ્યા જોવા ગયો હતો. દરમિયાન ત્યાં પાળેલા શ્વાને અજયના ગુપ્તાંગ પર બચકું ભર્યું હતું. જેથી બૂમાબૂમ કરતા આસપાસના કારીગરો દોડી આવ્યા હતા અને શ્વાનને મારીને ભગાડયો હતો. ઘટનાને પગલે અજય અને ટેમ્પો માલિક સાથે રકઝક બાદ 500  રૂપિયા આપતા અજય સારવાર માટે નવી સિવિલમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

  • 15 ફેબ્રુઆરી ભેસ્તાનમાં રખડતાં કૂતરાએ 8 વર્ષના બાળકના ગુપ્તાંગ પર બચકાં ભરતા હોસ્પિટલમાં ખસેડાયો
  • 18 ફેબ્રુઆરી ડિંડોલી સ્થિત મહાદેવ નગર નો બનાવ 8 વર્ષના બાળક પર શ્વાન નો હુમલો
  • 18 ફેબ્રુઆરી કામરેજના ડુંગરામાં 9 વર્ષના બાળક અને તેને બચાવવા ગયેલા યુવક પર કૂતરાનો હુમલો
  • 1 માર્ચ પાલમાં કૂતરો પાછળ દોડતાં બાઇક પરથી સંતુલન ગુમાવતા પટકાયેલા કતારગામના યુવાનનું મોત

Most Popular

To Top