Vadodara

રણોલીમાં 8 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ડોકટર ઝડપાયો

વડોદરા : રણોલી ગામમાં છેલ્લા 8 વર્ષથી ડિગ્રી વગર પ્રેકટીસ કરતો વધુ એક ડોકટર પોલીસ સકંજામાં ઝડપાઈ ગયો હતો.પીસીબીની ટીમે કલીનીકમાંથી એલોપેથી દવાઓ, ઈન્જેકશનો, રબ્બર સ્ટેમ્પ સહિત રૂિપયા 12,400 મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીના પી.આઈ. જે. જે. પટેલ અને તેમની ટીમને મળેલ બાતમીના આધારે રણોલી ગામમાં છાપો માર્યો હતો. ગ્રામ પંચાયતના શોપિંગ ેસેન્ટરમાં આવેલ શોપ નં. 2 માં બોર્ડ વગર ધમધમતા કલીનીકમાં તપાસ કરતા તબિ બેઠા હતા. નામઠામ પૂછતા અવધ િકશોર વિશ્વનાથ ગુપ્તા રહેવાસી :- બી-9 કૈલાસપતિ સોસાયટી, રણોલી મૂળ રહવાસી-સસવા પોસ્ટ જગદિશપુર, તાલુકા મહેરવા િજલ્લા શિવાન બિહારનો હોવાનું જણાવતા પોલીસે એલોપેથિક તબિબની પ્રેકટીસ કરતા અવધ કિશોર પાસે તબીબની ડીગ્રી સર્ટિફિકેટ માંગતા નહીં હોવાની કબુલાત કરી હતી. કલીનીકમાં તપાસ કરતા પિયુષ કલીનીક નામના રબ્બરસ્ટેમ્પ મળી આવ્યા હતા.તેમજ એલોપેથીની દવાઓ ઈન્જેકશનો, પ્રિસ્ક્રિપ્શનો, બોટલ ચઢાવવાના આઈવી સેટ મળી આવ્યા હતા. વગર ડીગ્રીએ ઉંટવૈદુ કરતા તબીબ 8 વર્ષથી એક જ જગ્યાએ પ્રેકટીસ કરીને ધીકતી કમાણી કરતો હતો.

Most Popular

To Top