નવસારી: દર વર્ષે TMM – TATA MUMBAI MARATHON જાન્યુઆરી મહિનાના ત્રીજા રવિવારે મેરેથોન દોડ સ્પર્ધા યોજાતી હોય છે. આ સ્પર્ધા એશિયાની સૌથી મોટી અને વિશ્વની (World) 10માં ક્રમની મહત્વની મેરેથોન છે. આ મેરાથોનમાં દેશ-વિદેશથી અનેક એથ્લેટ અને રનર્સ ભાગ લેતા હોય છે. દરમિયાન નવસારીના ખ્યાતનામ સ્કીન સ્પેશિયાલિસ્ટ (SkinSpecialist) (ડર્મેટોલોજિસ્ટ) ડોક્ટર અજય મોદીએ આ સ્પર્ઘામાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધાની ભારત તથા એશિયાની સૌથી મોટી સ્પર્ધામાં ગણતરી થાય છે. તેમજ આ મેરાથોન દુનિયાની સૌથી 10 મહત્વની મેરેથોનમાં પણ સ્થાન ધરાવે છે. આ મેરેથોનમાં હાફ મેરેથોન 21 કિ.મી. તેમજ 42-95 કિ.મી. ફુલ મેરેથોનની સ્પર્ધાનો સમાવેશ થાય છે. જેમાં દર વર્ષે લગભગ 50,000 જેટલા સ્પર્ધકો ભાગ લેતા હોય છે. તેમજ આ વર્ષે નવસારીના ખ્યાતનામ સ્કીન સ્પેશિયાલિસ્ટે ભઅગ લીધો હતો. તેમજ શહેરનું ગૌરવ વધાર્યું હતું.
દરમિયાન આ વર્ષે ડોક્ટર અજય મોદી ટાટા મેરેથોનમાં ભાગ લઈ 42-95 કિલોમીટરની દોડ 4.58 કલાકમાં પૂરી કરી નવસારીનું ગૌરવ વધાર્યું છે. તેમણે 2017માં રનિંગ કેરિયર શરૂ કર્યુ હતું. તેમજ તેઓ અનેક મેરેથોન સ્પર્ધામાં ભાગ લેતા આવ્યા છે. જેના માટે તેઓએ 3 થી 4 મહિનાની સખત મહેનત કરી હતી. તેઓ સવારે 3 થી 4 વાગે ઉઠી 2 થી 4 કલાકનું રનિંગ પ્રેક્ટિસ કરતા હોય છે.
આ પ્રકારે ટ્રેનિંગ લઇ 59 વર્ષની ઉંમરે અજય મોદીએ આ મેરાથોન પૂર્ણ કરી હતી. તેમજ તેઓએ 42-95 kmની દોડ પૂરી કરી એ આખા નવસારી માટે ખૂબ જ ગૌરવની વાત છે. અજય મોદીના જણઅવ્યા મુજબ તેઓને આ મેરથોન દોડવા માટે એમના સાયકલિંગ મિત્રો બોમી જાગીરદાર, પરસી સુરતી, વિરાફ પીઠવાલા, મયુર પટેલ (પી.આઇ.) હરિશ ટંડેલ, શીતલ શાહ તથા રનિંગ ગ્રુપના રનર તથા મેન્ટર ગુરુના ડોક્ટર યોગેશ સાતવ તથા ડોક્ટર આશિષભાઈ કાપડિયા (સુરત) તથા ફેમિલી મેમ્બર તથા નવસારી મધર ગ્રુપ રનર્સનો ખુબ મોટો સહયોગ મળ્યો છે.
આ સિવાય અજય મોદીએ અગાઉ સપ્ટેમ્બર-2023 માં સતારા હીલ મેરેથોન 21 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવી નવસારીનું નામ ભારત ભરમાં ગુંજતું કર્યું હતું. તેમજ આ સિધ્ધિ બદલ નવસારીના તમામ શહેરીજનોએ એમને અભિનંદન પાઠવ્યા હતા.