ભરૂચઃ એમેઝોનમાંથી મંગાવેલા 11 જેટલા IPHONE મોબાઈલમાંથી એક એન્ટરપ્રાઈઝનાં એક ડીલીવરી એસોસિયેટ યુવકે ડીલીવરી આપવા જતી વખતે પેકેજીંગ ખોલીને મોબાઈલ ફોન લઈને સાબુ મુકનાર સામે ભરૂચ બી ડીવીઝનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
મૂળ સયાજી ટાઉનશીપ વોટર ટેક પાસે વડોદરા રહેતા જનકભાઈ વસંતભાઈ વાયડે પોતે છેલ્લા બે વર્ષથી પ્રાઇવેટ મિલેટ્રી એન્ટરપ્રાઈઝમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓના એન્ટરપ્રાઈઝમાં એક્ઝોન કંપનીમાં આવતા પાર્સલને ઓર્ડરને ડિલીવરી કરવાનું હોય છે. તેઓના પ્રાઈવેટ મિલેટ્રી એન્ટરપ્રાઈઝમાં એઝાજ મુબારક પટેલ (રહે-વડવા,મસ્જીદ ફળિયું,ભરૂચએ) ગઈ તા 1 મે 2024નાં રોજ નોકરીએ લાગ્યો હતો.
ગઈ તા. 17મી મે 2024ના રોજ બપોરે બપોરે ઇનબોન્ડ લોડ (પાર્સલ) સુરત ખાતેથી ભોલાવ ભરૂચ તેમની ઓફિસે આવ્યો હતો. જે ડીલીવરી કરવા માટે એન્ટરપ્રાઈઝમાં નોકરી કરતો ડીલીવરી એસોસિયેટ એઝાજ મુબારક પટેલ 30 પાર્સલ લઈને નીકળ્યો હતો.
એ જ દિવસે સાંજે ડીલીવરી એસોસિયેટ એઝાજે ડીલીવરીનો હિસાબ આપ્યો ન હતો. જેને લઈને જનકભાઈએ ફોન કરીને કહ્યું કે આજનો હિસાબ કેમ હજુ સુધી આપ્યો નથી. જેને લઈને એઝાજ પટેલે કહ્યું કે હું લગ્ન પ્રસંગમાં છું જેથી 6 પાર્સલ રીજેક્ટ થયા છે. જે આવતીકાલે આપી દઈશ એવી વાત કરેલી.
બીજા દિવસે એઝાજ પટેલ હિસાબની માંગણી કર્યા બાદ કહ્યું કે રીજેક્ટ થયેલ 6 પાર્સલ મનુબર ચોકડી ખાતે ઓર્ચિડ કોમ્પલેક્ષમાં આવેલા અમદાવાદી સ્ટેશનરીમાં મારા બનેવીની દુકાનમાં પડેલા છે. સાંજે આપી જઈશ. જો કે હિસાબ માટે એઝાજ ન આવતા ફોન કરીને જનકભાઈએ કહ્યું કે તું છ રીજેક્ટ પાર્સલ આપી જા.
ત્યાર બાદ સાંજે રીજેક્ટ પાર્સલ લઈને આવતા તેનું પેકેઝીંગ બરાબર ન હોવાથી તેઓને શંકા જતા પાર્સલમાં કામ કરતા બે જણાની હાજરીમાં રીજેક્ટ થયેલા પાર્સલ ઓફિસમાં CCTV કેમેરા હેઠળ ચેક કરતા પાર્સલમાંથી કપડા ધોવાના સાબુ નીકળ્યા હતા. પાર્સલ પર AWB (બારકોડ) સ્કેન કરીને જોતા તેમાંથી IPHONE 15 PRO MAX મોબાઈલ હોવાનું માલુમ પડતા તેમાંથી કપડા ધોવાનો સાબુ નીકળતા તેની ખરાઈ કરવા માટે ઈમેઈલ દ્વારા એમેઝોન કંપનીને જાણ કરી હતી.
ગઈ તા. 20મી મે 2024નાં રોજ એમેઝોન કંપનીએ રીટર્ન ઈમેઈલ કરીને જણાવ્યું કે એમેઝોન કંપની કોઈ ભૂલ નથી પણ તમારા ડીલીવરી એસોસિયેટની ભૂલ છે. જેને લઈને એઝાજ પટેલને પૂછપરછ કરી હતી. એમેઝોન કંપનીના પાર્સલ પેકેજીંગ ખોલીને IPHONE 15 PRO MAX 11 મોબાઈલ કિંમત રૂ.15,10,920/- કાઢી લઈને કપડા ધોવાનો સાબુ મુકવામાં એઝાજ પટેલને એન્ટરપ્રાઈઝમાંથી છૂટો કરી દીધો હતો. જે બાબતમાં ઓપરેશન મેનેજર જનકભાઈએ બી ડિવિઝનમાં ફરિયાદ આપતા એજાઝ પટેલ સામે ગુનાહિત વિશ્વાસઘાત અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.