સુરત(Surat): બ્રિટન(Britain)ની દવા(Tablet) રિટેલ ચેન સ્ટોર્સ બુટ્સ(Boots)ને ખરીદવા માટે મુકેશ અંબાણી(Mukesh Ambani)ની સામે બ્રિટનના કોર્પોરેટ ઇજી ગ્રુપની કંપનીઓના માલિક એવા મૂળ ભરૂચ(Bhruch)ના વતની ઈશા બ્રધર્સ(Isha Brothers) (મોહસીન અને ઝુબેર ઈશા)એ અવરોધ ઊભો કરતાં બ્રિટન અને ભારતના કોર્પોરેટ જગતમાં ચકચાર મચી છે. 70ના દાયકા પહેલાં મૂળ ભરૂચના વતની વલી અને ઝુબેદા ઈશા બ્રિટનના બ્લેકબર્નમાં માન્ચેસ્ટરની હદમાં સ્થાયી થયાં હતાં. તેમના બંને પુત્રો મોહસીન ઈશા (49 વર્ષ) અને ઝુબેર ઈશા (48 વર્ષ) નાસ્તો અને ઇંધણ વેચી સફળ થયાં હતાં. બ્રિટનના અબજોપતિ ગણાતા મૂળ ભરૂચ વતની ઈશા બ્રધર્સે પ્રથમ રાઉન્ડની બોલીમાં મુકેશ અંબાણી કરતાં ઊંચા ભાવની બોલી લગાવી કોર્પોરેટ જગતને ચોંકાવી દીધા હતાં.
- ગુજરાતી વર્સીસ ગુજરાતી: બ્રિટનની દવા રિટેલ ચેઇન બુટ્સને ખરીદવાનો સોદો
- મુકેશ અંબાણી કરતાં ઊંચી બોલી લગાવી ભરૂચના ઇસા બંધુઓએ કોર્પોરેટ જગતે ચોંકાવી દીધું
- મુકેશ અંબાણી જેવા ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓ આ ડીલને તેમના હાથમાંથી જવા દેવા માંગતા નથી
- મુકેશ અંબાણીને ભરૂચના ઈશા બ્રધર્સે આંચકો આપ્યો
બ્રિટિશ કંપની બુટસની ડીલ માટે અંદાજે 65,865 કરોડ ($ 8.5 બિલિયન)ની આસ્ક પ્રાઈસ રાખવામાં આવી છે.આ ડીલ વિશ્વની સૌથી મોટી બિઝનેસ ડીલમાંથી એક બનવા જઈ રહી છે. એક અંદાજ પ્રમાણે આ સોદો 7 બિલિયન પાઉન્ડનો થવાનો અંદાજ છે. આ જ કારણ છે કે મુકેશ અંબાણી જેવા ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓ આ ડીલને તેમના હાથમાંથી જવા દેવા માંગતા નથી. પરંતુ મુકેશ અંબાણી માટે બે ગુજરાતી ભાઈઓ અવરોધરૂપ બની રહ્યા છે.
ગુજરાતી V/S ગુજરાતી
બ્રિટિશ-ગુજરાતી ભાઈઓ સાથે મુકેશ અંબાણીની સામે હરીફાઈમાં ઉતર્યા છે. યુકે ડ્રગ રિટેલ ચેઈન બુટ્સ (બૂટ્સ ડ્રગ સ્ટોર)ના એક્વિઝિશન માટે અંતિમ બિડિંગની તારીખ આવતા સપ્તાહે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પોતાનો રિટેલ બિઝનેસ વધારવા માટે આ ડીલને હાથમાંથી જવા દેવા માંગતી નથી. પરંતુ મુકેશ અંબાણીના માટે બે બ્રિટિશ અબજોપતિ ઈશા બ્રધર્સ અડચણરૂપ બની રહ્યા છે. ઇશા બ્રધર્સ પણ આ ડીલને તેના હાથમાંથી સરકી જવા દેવા માંગતા નથી.આ જ કારણ છે કે ઇસા બ્રધર્સે તેના માટે સૌથી વધુ બોલી લગાવી છે. ઇસા બ્રધર્સ બ્રિટિશ-ગુજરાતી મુસ્લિમ ભાઈઓ છે, જેઓ મૂળ ભરૂચના વતની છે. જોકે બંને જન્મે બ્રિટિશ છે. બૂટસની પેરેન્ટ કંપની વોલગ્રીનસે એ આ ડીલ માટે 8.5 બિલિયન (લગભગ રૂ. 65,865 કરોડ)ની આસ્ક પ્રાઈસ નક્કી કરી છે, ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આ ડીલને હાથમાંથી જવા દેવાની ભૂલ કરવા માંગતા નથી.
કોણ છે ઇજી ગ્રુપના માલિક ઈશા બ્રધર્સ ?
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ઈશા બ્રધર્સે આ ડીલ માટે બિડિંગના પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ બોલી સબમિટ કરી છે. મોહસીન ઈશા અને ઝુબેર ઈશા હાલમાં યુરો ગેરેજ નામની કંપની ચલાવે છે, જે યુરોપની સૌથી મોટી પેટ્રોલ પંપ કંપનીઓમાંની એક છે. બંને ભાઈઓ બુટસ હસ્તગત કરીને મોટો બિઝનેસ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. બુટસ દવાની રિટેલ ચેઇન છે. ઈશા બ્રધર્સ અંબાણી સામે લડી રહ્યા છે, જેઓ બાય આઉટ ફર્મ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ ઇન્ક સાથે બિડ પર કામ કરી રહ્યા છે. બિડર્સ હવે બૂટસની અબજોની પેન્શન ગેરંટીનું કદ વધારી રહ્યા છે.
ઈશા બ્રધર્સનાં વેપારનો વ્યાપ
સૂત્રોના જણાવ્યા અનુસાર ચેઇનના માલિક Walgreens Boots Alliance Inc.એ 16 મેની સમયમર્યાદાને એક અઠવાડિયું પાછળ ઠેલી છે. ઈશા તેમની મુખ્ય કંપની EG ગ્રુપને વૈશ્વિક ગેસ સ્ટેશન અને સુવિધા સ્ટોર કોલોસસમાં ફેરવી દીધું છે. તેઓએ UK સુપરમાર્કેટ ઓપરેટર Asda Group Ltd અને ઝડપી કેઝ્યુઅલ રેસ્ટોરન્ટ્સની લિયોન ચેઇનને છીનવી લીધી છે. ઈશા બ્રધર્સ કેટફોર, કોફી કંપની સ્ટાર બક્સ, સબવે, બર્ગર કિંગ, કેએફસી અને ગ્રેગ્સ ટેકઅવે બ્રાન્ડસના ફ્રેન્ચાઇઝી આઉટલેટ ધરાવે છે. તેઓ સોલાર એનર્જી, એલઇડી લાઇટ્સનો વેપાર ધરાવે છે. યુએસ, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં બિઝનેસ ધરાવતા ઈશા બ્રધર્સ ત્યારે ચર્ચામાં આવ્યા હતાં જ્યારે તેમણે વોલમાર્ટ પાસેથી અસડા (ASDA) હસ્તગત કરવાની બીડ જીત્યા હતાં. વોલમાર્ટનો 6.8 ટકા હિસ્સો હસ્તગત કરી તેઓ બ્રિટન અને બ્રિટનની બહાર જાણીતા બન્યા હતાં.