Business

બજેટના એક દિવસ પહેલા શેરબજારમાં જોરદાર ઉછાળો, ટોપ 30માંથી 27 શેરોમાં તેજી

નવી દિલ્હી: બજેટના (Budget) એક દિવસ પહેલા શેરબજારમાં (ShareBazar) શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ (Sensex) 600 પોઈન્ટથી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો છે અને BSE લિસ્ટેડ ટોચના 30 શેરોમાંથી 27 શેરોમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. નિફ્ટીની (Nifty) વાત કરીએ તો તેમાં પણ તેજી જોવા મળી રહી છે.

સેન્સેક્સ આજે 71,073.04 પોઈન્ટ પર ખુલ્યો હતો અને થોડા સમય બાદ તે 616 પોઈન્ટના ઉછાળા સાથે 71,756.18 પર પહોંચ્યો હતો. નિફ્ટી 21,487.25ના સ્તરે ખુલ્યો હતો અને 180 પોઈન્ટના વધારા સાથે 21,702.15 પર ટ્રેડ કરી રહ્યો હતો. બેંક નિફ્ટી 700 પોઈન્ટ ઉછળીને 46 હજારને પાર કરી ગયો હતો.

સન ફાર્મા, એક્સિસ બેંક, ટાટા મોટર્સ, મારુતિ, ICIC બેંક અને રિલાયન્સ જેવા 27 શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. આ શેરોમાં લગભગ 3 ટકાનો વધારો થયો છે. ત્રણ શેરમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. જેમાં એલએનટી, એનટીપીસી અને ટાઇટનના શેર 4 ટકાથી વધુ હતા.

NSEના 121 શેરોમાંથી 1,612 શેરમાં આજે વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 689 શેર હજુ પણ ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય 111 શેર યથાવત છે. આજે 121 શૅર ઉપલી સર્કિટ પર હતા અને 34 નીચલી સર્કિટને સ્પર્શ્યા હતા. જ્યારે 184 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયા છે.

ગેઇનર શેરોમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી 4.34 ટકા વધીને રૂ. 6 હજારને પાર કરી ગઈ હતી. જ્યારે વોલ્ટાસમાં લગભગ 8 ટકાનો વધારો થયો હતો અને તે રૂ. 1093 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય ICICI સિક્યોરિટીઝ 6 ટકા વધીને રૂ. 819 પર હતો. તે જ સમયે, વક્રાંગી લિમિટેડનો શેર 20 ટકા વધીને રૂ. 30 પ્રતિ શેર હતો

Most Popular

To Top