Charchapatra

દીકરી એટલે

દરેક માતા – પિતાની દૃષ્ટિએ દીકરી એટલે – પણ જ્યારે દીકરી ડોક્ટર હોય તો તેને કંઈક અલગ રીતે વર્ણવી શકાય.સુરતના એક પ્રખ્યાત ટ્યુશન ક્લાસના સ્થાપક,જાણીતા શિક્ષણવિદ્ અને મોટિવેશનલ સ્પીકર દ્વારા લખાયેલ ડોક્ટર દીકરી વિશે ‘ દીકરી એટલે ક્રિએટિવિટીનું ઉત્તમ ઉદાહરણ છે’. જે નીચે મુજબ છે. દીકરી એટલે માતા – પિતાના વાત્સલ્યનો કાર્ડિયોગ્રામ,પારિવારિક સંબંધોનો સી ટી સ્કેન. દીકરી એટલે ઘરને ધબકતું રાખતું પેસ મેકર,ઊર્જાનું ઇન્જેક્શન. દીકરી એટલે ઉત્સવમાં નવા શ્વાસ ભરતું ન્યુબિલાઇઝર,મુશ્કેલીમાં ઢાલ સમી વેક્સિન.

દીકરી એટલે ઘરની હૂંફ જાળવતી પેરાસીટામોલ, ઝખ્મની બેન્ડ એઇડ. દીકરી એટલે હતાશ હૈયાનો આરામ એવી હોટ બેગ, લાગી આવે ત્યારે અસરકારક આઇસ પેક. દીકરી એટલે રાહત માટેનું હૉસ્પિટલાઇઝેશન. દીકરી એટલે નવજીવન બક્ષતું ઓપરેશન. દીકરી એટલે જવાબદારીનું નર્સીંગ સ્ટેશન. દીકરી એટલે સુખનું ટ્રાંસપ્લાન્ટેશન. દીકરીની ડિલીવરી એટલે ઈશ્વરના આશીર્વાદની ડિલીવરી. એક શિક્ષકવિદ્ ,મોટિવેશનલ સ્પીકર અને ટ્યુશન ક્લાસના સ્થાપક દ્વારા – એક ડોક્ટર દીકરી વિશે જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે માટે તેઓ ખરેખર પૂરેપૂરા અભિનંદનના અધિકારી છે તેમાં બેમત ન હોઈ શકે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટ્રેન, ક્લાસ ને મિડલ ક્લાસ
એકને ખોળ અને એકને ગોળ. આપણે ત્યાં રેલવેમાં વંદે ભારતમાં એકદમ સુપર ક્લાસની ઝળહળતી સુવિધા મળે છે અને સામાન્ય ટ્રેનોમાં સુવિધા એકદમ નીચલા સ્તરની સાફ સફાઇ એકદમ સ્તર નીચું અને શૌચાલયની સ્થિતિ દયનીય. સામાન્ય પ્રવાસી સાથે અન્યાય આવો ભેદભાવ કેમ? વંદે ભારત જેવી પ્રિમીયમ ટ્રેનમાં કોચ ચમકતા દેખાય છે. મારે રેલવેને એટલું જ કહેવું છે કે ચોક્સાઇ અને સ્વચ્છતા અને ટોયલેટ સુવિધા તો સરખી જ હોવી જોઇએ. પછી એ વંદે ભારત હોય કે તાપ્તી રેલ હોય, ચોક્સાઇની બાબતમાં ભેદભાવ ન રાખો. ભલે ફેસીલીટી ઓછી આપો પણ સ્વચ્છતા માટે ટ્રેનમાં સરખી જવાબદારી રેલવેએ રાખવી યોગ્ય છે.
સુરત     – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top