Comments

લદ્દાખમાં એક નિર્ણાયક ક્ષણ: સરકારે પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવો જોઈએ

સંશોધક-પર્યાવરણવાદી સોનમ વાંગચુક શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શનો, લાંબી કૂચ અને અનિશ્ચિત ભૂખ હડતાળ છતાં કંઈ પ્રાપ્ત કરી શક્યા નથી, તે કઠોર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ તેમની આઘાતજનક અટકાયત દ્વારા પ્રાપ્ત થયું છે. કેન્દ્ર-લદ્દાખ વહીવટી તંત્રના સંયોજન દ્વારા સ્વ-રક્ષણ અને રાજકીય સશક્તિકરણના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનને નિયંત્રિત કરવા માટે શ્રેણીબદ્ધ ભૂલો દ્વારા આ તક પૂરી પાડવામાં આવી હતી, બાકીનાં લોકોએ કુદરતી માર્ગ અપનાવ્યો હતો.

તેમની નજરબંધી અને કડક વહીવટી યુક્તિઓને કારણે નિર્દોષ લોકોનાં મૃત્યુ અને ડઝનબંધ ઘાયલ થયા પછી લદ્દાખ આંદોલને એક અલગ માર્ગ અપનાવ્યો છે અને વિશ્વ દૃષ્ટિકોણને પહેલાં કરતાં વધુ મજબૂત રીતે આકર્ષિત કર્યો છે. જો કે, લેહની શેરીઓમાં અસહજ શાંતિ પ્રવર્તી રહી છે, પરંતુ ડુંગરાળ રણની રણનીતિક સ્થિતિ અને સંવેદનશીલતાને કારણે નબળાઈ વધી છે.

૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ થયેલા સંઘર્ષને સંપૂર્ણપણે ટાળી શકાય તેવો હતો. ઘટના એ વાતની સાબિતી આપે છે કે, એક પ્રેરણાહીન સ્થાનિક નેતૃત્વે આ પરિસ્થિતિને અયોગ્ય રીતે સંભાળી છે. આ તબક્કે કંઈ પણ નિર્ણાયક કહી શકાય નહીં, જ્યાં સુધી કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (કેડીએ) અને લેહ એપેક્સ બોડી (એલએબી) – જે બે જૂથો લદ્દાખના બે વિભાગોનું સંયુક્ત રીતે ચાલુ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે – દ્વારા માંગ કરવામાં આવી છે, જવાબદારી નક્કી કરવા માટે સમયબદ્ધ રીતે ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસનો આદેશ આપવામાં ન આવે. આમ છતાં આંદોલનકારીઓને સંભાળવામાં અત્યાચારી વલણ અને બાદમાં એનએસએ હેઠળ વાંગચુકની અટકાયત ટાળી શકાઈ હોત.

જમ્મુ અને કાશ્મીરની જેમ એક કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે લદ્દાખનું સંચાલન સીધું કેન્દ્ર દ્વારા થાય છે, જે આંતર રાષ્ટ્રીય સંવેદનશીલતા અને બાહ્ય જોખમોને ધ્યાનમાં રાખતાં ઉચિત છે અને તે લદ્દાખીઓની દાયકાઓ જૂની માંગણીને પૂર્ણ કરવા માટે આમ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક રાજકીય અને વહીવટી મુદ્દાઓને ઉકેલવા માટે અને આપેલાં વચનોનું પાલન ન કરવાનું કેન્દ્રનું આ વલણ ખૂબ જ અનિચ્છનીય છે.

આ પરિસ્થિતિને નવનિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ શ્રેષ્ઠ રીતે સમજાવી હતી. કેટલાક મિડિયા અહેવાલો મુજબ, ઉપરાજ્યપાલે કહ્યું. ‘’હું સ્થાનિક પાસાંઓ સંભાળી રહ્યો છું, એનએસએ જેવા મુદ્દાઓ….વગેરે કેન્દ્ર દ્વારા સંભાળવામાં આવી રહ્યા છે…’’  વર્તમાન પરિસ્થિતિ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘વિશ્વાસઘાતની ભાવના’નું પરિણામ છે. કલમ 370 નાબૂદી પછી અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ અધૂરાં વચનોને લઈને એક વિશ્વાસઘાત થયો છે, એક (જેએન્ડકે) વિધાનસભા સાથે અને બીજું લદ્દાખ ચૂંટાયેલી વિધાનસભા વિના. આ વિશ્વાસઘાત બંને માટે સમાન છે, વિવિધ પરિમાણો સાથે, પરંતુ જમીન અને નોકરીના અધિકારોના રક્ષણ અને રાજકીય સશક્તિકરણનું એક સમાન સૂત્ર છે.

મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ લદ્દાખની ‘વિશ્વાસઘાતની ભાવના’ને કાશ્મીરના ‘મોટા વિશ્વાસઘાત’ સાથે જોડી દીધી, જ્યારે વિપક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, ‘’ઘટનાઓના હિંસક વળાંક દર્શાવે છે કે, 2019 બાદથી કંઈ બદલાયું નથી.’’ 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીર (લદ્દાખ સહિત)ની બંધારણીય સ્થિતિ બદલવા માટે સંસદ દ્વારા એક રાજ્ય પુનર્ગઠન કાયદો પસાર કરવામાં આવ્યો હતો.કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારે લદ્દાખ આંદોલનને ખોટી રીતે સંભાળીને પોતાનો કેસ નબળો પાડ્યો છે. કલમ 370 રદ કરવાથી જમ્મુ, કાશ્મીર અને લદ્દાખને થતી બધી સમસ્યાઓ ખતમ થઈ જશે તેવો દાવો નિષ્ફળ ગયો છે.

એનએસએ હેઠળ આંદોલનના અગ્રણી ચહેરા વાંગચુકની અટકાયત અને તેના પર ક્રૂર બળપ્રયોગ કરવો એ અયોગ્ય હતું. તેનાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખીઓ વચ્ચે ચાલી રહેલી વાતચીત પ્રક્રિયા સ્થગિત થઈ ગઈ છે. વાટાઘાટોમાં લદ્દાખનું પ્રતિનિધિત્વ કરતા કેડીએ-એલબીએ ગઠબંધન વાટાઘાટોમાંથી બહાર નીકળી ગયું છે. વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તેમણે શરત મૂકી છે કે, 24 સપ્ટેમ્બરની અથડામણ દરમિયાન ધરપકડ કરાયેલાં તમામ લોકોને મુક્ત કરવામાં આવે અને અમુક વર્ગો દ્વારા લદ્દાખીઓને રાષ્ટ્રવિરોધી ગણાવવા બદલ સરકાર માફી માંગે. કેડીએ-એલબીએ નેતાઓ એક સ્વરમાં કહી રહ્યા છે, ‘’શાંતિ અને યુદ્ધના સમયમાં લદ્દાખીઓનો રાષ્ટ્રવાદી હોવાનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. અમને રાષ્ટ્રવિરોધી કહેવાનું અસ્વીકાર્ય છે.’’

લેહમાં થયેલી ઘટનાઓ અને પરિસ્થિતિનો સામનો કરવા માટે અપનાવવામાં આવેલી વ્યૂહરચનાઓથી દિલ્હીમાં શાસક સરકારે પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવો જોઈએ અને આવી સંવેદનશીલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે નવી રણનીતિ બનાવવી જોઈએ. અતિ-રાષ્ટ્રવાદ કાર્ડ રમવું અથવા રાજકીય હરીફો અને તમારા વિચારોથી અસહમત લોકોને રાષ્ટ્રવિરોધી કહેવા ક્યારેક પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. લદ્દાખની તાજેતરની ઘટના તેનું એક સ્પષ્ટ ઉદાહરણ છે.

સરકારના પ્રતિભાવ અને ભાજપની વ્યૂહરચના બનાવનારાઓએ પરિસ્થિતિનો સામનો કરવા માટે યોજનાઓ બનાવતાં પહેલાં વિસ્તાર અને ત્યાંનાં લોકોની લાક્ષણિકતા ધ્યાનમાં લેવી જોઈએ. લદ્દાખે સ્પષ્ટપણે કહ્યું છે કે, ખોટાં વચનો પર આધાર રાખી શકાય નહીં અને થોડા સમય બાદ સમાધાનની જરૂર હોય છે અને આંદોલનને દબાવવા માટે બળપ્રયોગની યુક્તિઓ સહિત કોઈપણ રણનીતિઓ મૂળભૂત મુદ્દાઓને ખતમ કરી શકશે નહીં.

હવે સરકારની જવાબદારી છે કે તે તાત્કાલિક વાતચીત ફરી શરૂ કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવીને મડાગાંઠ ઉકેલે. જો વાંગચુક સામે કોઈ ગંભીર આરોપો હોય તો સંબંધિત અધિકારીઓએ સ્પષ્ટપણે બતાવવું જોઈએ અને કાયદો પોતાનું કામ કરે. જેમ કે તેમની પત્ની, ગીતાંજલિ આંગ્મોએ આરોપ લગાવ્યો છે કે, જો સરકાર આ મુદ્દે કંઈ કરતી નથી તો પરિસ્થિતિ વધુ જટિલ બની જશે.

રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પાછળ રહેવી જોઈએ. સમય આવે ત્યારે રાજકીય જગ્યા માટે નિર્ભયતાથી સ્પર્ધા કરવી જોઈએ. રાજકીય દૃષ્ટિકોણથી અને 2024માં સતત બે જીત પછી, લદ્દાખ લોકસભા હારી ગયા પછી ભાજપે થોડા સુધારાની જરૂર છે, પરંતુ અત્યાર સુધી જે કંઈ પણ થયું તે પાર્ટીના પક્ષમાં નથી. શાસક સરકાર પાસે એ વાતની એક તક છે કે તે લોકોને વિશ્વાસ અપાવે અને લદ્દાખીઓની, ખાસ કરીને ‘રાષ્ટ્રવિરોધી’ કહેવાથી તેમની દુ:ખી ભાવનાને શાંત કરે. અનુકૂળ પરિસ્થિતિ બનાવો અને પરિણામ ગમે તે આવે, યોગ્ય સમયે ચૂંટણીઓ યોજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top