Dakshin Gujarat

‘ગામમાં રહેવું હોય તો હપ્તો આપવો પડશે’, ખોલવડમાં દિવ્યાંગ વિધવાને ટપોરીએ ધમકી આપી

કામરેજ: 90ના દાયકાની ફિલ્મોમાં જોવા મળતી હતી તેવી ગુંડાગર્દી અને હપ્તાખોરીનો કિસ્સો સુરતના ખોલવડ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક નિરાધાર દિવ્યાંગ વિધવા મહિલા પાસે ગામના ટપોરીઓએ માસિક હપ્તાની માંગણી કરી છે. હપ્તો નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

  • ખોલવડના આર.કે. કોલોનીમાં અસામાજિક તત્વો બેફામ
  • વિધવા દિવ્યાંગ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી

ખોલવડમાં રહેતી વિધવા મહિલાને ગામમાં રહેતા યુવાનને ગામમાં રહેવુ હોય તો દર મહિને રૂપીયા આપવા પડશે તેમ કહીને માતા પુત્રને જાન થી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ બન્યો છે. કામરેજ તાલુકાના ખોલવડ ગામે આર.કે કોલોનીમાં વિધવા અને શરીરે અપંગ બેનાબેન દેવાભાઈ ભરવાડ ત્રણ સંતાનો સાથે રહી અને પશુપાલનનો ધંધો કરે છે.

ત્રણ દિવસ અગાઉ રાત્રિના 8.00 કલાકે બેનાબેન, પુત્ર કિશન તેમજ સંબંધી ગોકુળભાઈ રબારી અને તબેલામાં કામ કરતાં વિક્રમભાઈ ગોકુળભાઈ રબારી ઘરે હતા. ત્યારે આર.કે કોલોનીમાં રહેતો નિલેશ રાજુભાઈ રાઠોડ બેનાબેનના ઘરની સામે આવીને બેનાબેન અને પુત્ર કિશનને ચપ્પુ બતાવી ગાળો બોલી અને હું ગામનો દાદો છું, તને અગાઉ પણ સમજાવેલી કે ગામમાં છોકરા સાથે શાંતિથી અને સહી સલામત કોઈના પણ ડર વિના રહેવું હોય તો તારે દર મહીને રૂપીયા આપવા પડશે નહિ તો મારી નાંખીશ તેવી ધમકી આપવા લાગ્યો હતો.

બેનાબેને રૂપિયા શેના આપવાના તેમ કહેતા બેનાબેન અને પુત્ર કિશનને બહાર આવ જાનથી મારી નાંખુ પછી કે જે શેના રૂપિયા આપવાના તેમ કહ્યું હતું. બુમાબુમ કરતા પાડોશમાં રહેતા લોકો જાગી ગયા હતા. ત્યાર બાદ નિલેશ રાઠોડે કહ્યું કે બધા સુતેલા હશો ત્યારે તબેલો સળગાવી નાંખીશ જીવતા ન છોડુ તેમ ધમકી આપી હતી. બાદમાં હાથમાં રહેલુ ચપ્પુ નિલેશ મારવા દોડ્યો હતો પરંતુ પોલીસ આવી જતાં તે નાસી છુટયો હતો.

આ અગાઉ પણ નિલેશ સામે પોલીસ સાથે માથાકુટ કરી હતી. તેમજ ત્રણ થી વધુ મારા મારીના ગુનામાં પકડાયો હતો. જે અંગે બેનાબેનએ કામરેજ પોલીસ મથકમાં નિલેશ સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top