SURAT

સ્મીમેરમાં દર્દીઓને અપાતું ભોજન ચાખવા જતા ચેરમેનના કોળિયામાં જ કાંકરી નીકળી, વિડિયો

સુરત(Surat): સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં (Hospital) દર્દીઓને (Patient) આપવામાં આવતા ભોજનની થાળીનો સ્વાદ લેતા ચેરમેનના જ કોળિયામાં કાંકરી નીકળી હોવાનું સામે આવ્યું છે. પાલિકાની હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહીર આજે સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. રસોડાની મુલાકાત દરમિયાન દર્દીઓને આપવામાં આવતા ભોજનમાંથી કાંકરી નીકળતા ચેરમેને અધિકારીઓને જાહેરમાં જ ખખડાવ્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત મહાનગર પાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહીર અવાર-નવાર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે જતા હોય છે. અધિકારીઓને જરૂરી સૂચનો કરતા હોય છે. ત્યારે આજે સ્મીમેર હોસ્પિટલના રસોડા વિભાગની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.

તેમની સાથે RMO નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ પણ હતા. રસોડાના શાકભાજી કઠોળ સહિતના તમામ ચીજ વસ્તુઓની તપાસ કરી હતી. ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજન ચાખ્યું હતું. કઠોળ ચાખતી વખતે તેમાંથી કાંકરી નીકળી હતી. જેને લઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. હાજર અધિકારીઓ સહિતના કર્મચારીઓને ખખડાવ્યા હતા. ત્યારબાદ રસોડા સંચાલકને બોલાવી તમામને જરૂરી સૂચનો કર્યા હતા.

મનીષા આહિરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં લોકોને ભોજન સારું મળશે તો જ દવા સાથે તેઓ સાજા થઈને ઝડપથી ઘરે જઈ શકશે. આજે સરપ્રાઈઝ વિઝીટમાં ભોજનમાંથી કાકડી નીકળતા જરૂરી સૂચનો કર્યા છે આ સાથે જ આ રસોડાની જગ્યાએ અત્યાધુનિક રસોડું બનાવવામાં આવે તે પ્રકારની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top