SURAT

”કોઈ ભી ફરિયાદ કી તો યહાં સે મેરે આદમીઓ કો ભેજ કે તેરે કો માર દુંગા”, સુરતના કાપડના વેપારીને મળી ધમકી

સુરતઃ ઘોડદોડ ખાતે રહેતા અને મુલચંદ માર્કેટમાં પડદાના કાપડનો વેપાર કરતા વેપારીને હૈદ્રાબાદના વેપારીએ 8.52 લાખનો માલ ખરીદી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. બાદમાં જો ફરિયાદ કરી તો માણસો મોકલીને મારી નાખવાની ધમકી આપતા સલાબતપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

  • મેરે ચેક ક્યુ રિટર્ન કરવાયે અબ મે તેરે કો એક રૂપિયા ભી નહી દેને વાલા: ઘોડદોડ રોડના વેપારીને હૈદ્રાબાદના વેપારીએ પડદાના કાપડનો માલ ખરીદી 8.52 લાખનો ચુનો ચોપડ્યો

ઘોડદોડ રોડ ખાતે સીદ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય પ્રતીક તરૂણભાઈ નારંગ રીંગરોડ ખાતે મુલચંદ માર્કેટમાં ગ્લોબલ ફેશનના નામથી પડદાના કાપડનો વેપાર કરે છે. તેમના દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હનીફ મહેમદ સામે ફરિયાદ નોંધાવી છે. ગત એપ્રીલ 2019 માં દલાલ દીપક નેવટીયા સાથે હનીફ તેમની દુકાને ગયો હતો. હનીફે પોતે હૈદ્રાબાદ તેલંગણા ખાતે મદીના ટાવર સામે દેવાન દેવડીની અંદર બેડ શીટ એેંપોરીયા નામથી દુકાન ધરાવતો હોવાનું કહ્યું હતું. તેનું હૈદ્રાાદમાં મોટું કામ હોવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો.

ત્યારબાદ અલગ અલગ બીલોથી 8.52 લાખનો માલ મંગાવ્યો હતો. બાદમાં સમયસર પેમેન્ટ નહી આપતા ઉઘરાણી શરૂ કરી હતી. તેને આપેલા ચેક પણ રિટર્ન થયા હતા. બાદમાં તેને ફોન લેવાનું બંધ કરી દેતા દિપકભાઈના મોબાઈલ પરથી ફોન કર્યો હતો. ત્યારે હનીફે ફોન પર ગાળો આપી હતી. અને મેરે ચેક ક્યુ રિટર્ન કરવાયે અબ મે તેરે કો એક રૂપિયા ભી નહી દેને વાલા ઔર કોઈ ભી ફરિયાદ કી તો યહા સે મેરે આદમીઓ કો ભેજ કે તેરે કો માર દુંગા તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. સલાબતપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મિલેનીયમ માર્કેટ-4 માં રિદ્ધિસિદ્ધિ ક્રીએશનના માલીકઓ 10 વેપારીઓ સાથે 67.76 લાખની છેતરપિંડી કરી
સુરતઃ ભાઠેના ખાતે મિલેનીયમ માર્કેટ-4 માં દુકાન ધરાવતા રિદ્ધિસિદ્ધિ ક્રીએશનના માલીકોએ દલાલ સાથે મળીને 10 જેટલા વેપારીઓ પાસેથી સાડીનો માલ ખરીદી તેનું 67.76 લાખ પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

સચીન ખાતે સમર્પણ બંગલોઝ સોસાયટીમાં રહેતા 41 વર્ષીય અશ્વીનભાઈ બાલુભાઈ ઠુમ્મર સચીન લક્ષ્મી ટેક્ષટાઈલ પાર્કમાં નૈત્રી ફેબ્રીક્સ નામથી ફર્મ ચલાવે છે. તેમના કારખાનામાં સાડી બનાવવાનું કામ કરે છે. કાપડ દલાલ યોગેશ કાંતીલાલ વસોયા તેમના ત્યાં રીદ્ધી સીદ્ધી ક્રીએશનના પ્રોપરાઈટન સુરેશભાઈ વઘારામજી પુરોહીતને લઈને ગયો હતો. સુરેશભાઈએ તેમની સાથે હિતેશ કાનજી વધાસીયા પણ ભાગીદાર હોવાનું કહ્યું હતું. અને તેમની દુકાન મિલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટ-4 માં ભાઠેના ખાતે આવેલી છે. સુરેશભાઈએ તેમની પસંદગી મુજબની સાડી બનાવી આપશો તો સમયસર પેમેન્ટ ચુકવી આપવા વાયદો કર્યો હતો. ત્યારબાદ તેમની વચ્ચે વેપાર શરૂ થતા અશ્વીનભાઈએ તેમને 16.24 લાખની કિમતની 2640 સાડીઓનો માલ આપ્યો હતો. 30 દિવસ પછી પેમેન્ટની ઉઘરાણી કરતા ખોટા વાયદાઓ કર્યા હતા. સુરેશભાઈએ આપેલા 4 ચેક પણ રિટર્ન થયા હતા. બાદમાં ફોન લેવાનું બંધ કરી દીધું હતું. બાદમાં અશ્વીનભાઈએ તપાસ કરતા તેઓ દુકાન બંધ કરીને જતા રહ્યા હતા. અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમને બીજા 9 વેપારીઓ પાસેથી પણ સાડીનો માલ મેળવી પેમેન્ટ ની આપી કુલ 67.76 લાખની છેતરપિંડી કરી છે. ઉધના પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top