Comments

મોદી-01 અને મોદી-02 બાદ એનડીએ-03ના આગમન પછી સ્પષ્ટ પરિવર્તન

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારથી શું બદલાયું છે. આ વખતે, તેમણે કહ્યા પ્રમાણે, તે એનડીએ સરકારની કમાન સંભાળી રહ્યા છે? શું ફેરફારો સમજી શકાય છે? શું આ કોઈ પણ રીતે પ્રતિબિંબિત થાય છે કે મોદી અને તેમના ભાજપને એ સમજાઈ ગયું છે કે, તેમના ‘અબ કી બાર, 400 પાર’ જેવા મોટા-મોટા દાવાઓ છતાં ભગવા પક્ષ લોકસભામાં બહુમતીના 272ના જાદુઈ આંકડાને સ્પર્શવાથી દૂર રહી ગયો છે.

મોદી કે તેમની પાછળનાં લોકો સ્વીકારે કે ન સ્વીકારે, એ હકીકત છે કે લોકસભા ચૂંટણીનાં પરિણામોએ ભાજપાને લઘુમતીમાં લાવી દીધી છે. તેઓને ગમે કે ન ગમે, તે જમીની વાસ્તવિકતા છે કે સરકારના અસ્તિત્વ માટે તેઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ભાગીદારો પર ખૂબ નિર્ભર છે. 4 જૂન, 2024ના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યાર બાદથી  મોદીએ પોતાની બહાદુરીનો પરિચય આપ્યો છે. પ્રથમ દિવસથી તેમણે સતત ત્રીજી વખત વડા પ્રધાનની ખુરશી સુધી પહોંચવા માટે એક મોટી જીતની ઘોષણા કરી હતી, જેને તેમણે પંડિત જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરવાનો ઐતિહાસિક સંકેત ગણાવ્યો હતો.

તે બીજી બાબત છે કે તેના વર્ગીકરણમાં, તેનાથી વિપરીત તેનો બહાદુરીનો દેખાવ કરવા છતાં શાંતિથી પરિવર્તન આવ્યું છે. તેથી, વલણમાં જ પરિવર્તન નહીં, પરંતુ  શબ્દો અને ક્રિયાઓ બંનેમાં ઘણી હદ સુધી પ્રતિબિંબિત થાય છે. જો કે, પરિવર્તનના નામે જે કંઈ છે તે રાજકીય મહત્ત્વ ધરાવે છે. તેની અસર આવનારાં અઠવાડિયાં અને મહિનાઓમાં દેશોની રાજકીય ક્ષિતિજ પર જોવા મળશે.

મોદી અને તેમના વિશ્વાસુ સહયોગી, ગૃહ મંત્રી  અમિત શાહ બંનેના ચહેરાના હાવભાવ અને બોડી લેંગ્વેજમાં સૌથી મોટો ફેરફાર છે. તેઓ ‘સાથીઓ પર નિર્ભરતા’ સાથે સંપૂર્ણ અસહજ જોવા મળી રહ્યા છે. આ સંસદની અંદર અને બહારના મુદ્દાઓ પ્રત્યેની તેમની જાહેર પ્રતિક્રિયામાં જોઈ શકાય છે. સૌથી પ્રથમ નોંધપાત્ર ફેરફાર મોદીની ભાષણ આપવાની પદ્ધતિમાં પ્રતિબિંબિત થાય છે. જો કે, તેમના ટોન અને વર્તનમાં ખાસ ફેરફાર થયો નથી, પરંતુ વારંવાર પુનરાવર્તિત કેટલાક શબ્દો અચાનક ગુમ થઈ ગયા છે. મોદી અને ‘મોદી કી ગેરંટી’બંને અચાનક જૂના થઈ ગયા હોય તેમ લાગે છે. તેના બદલે, હવે એનડીએ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ‘મોદી કી સરકાર’ને બદલે હવે ‘એનડીએ સરકાર’ છે.

લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ તેમનાં પ્રથમ ચાર ભાષણોમાં અને તે પછી ટ્રેન્ડમાં વધારો થયો છે. મિસ્ટર મોદીએ ‘એનડીએ’ શબ્દનો 60 વખત ઉલ્લેખ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે ‘મોદી કી ગેરેન્ટી’ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, કદાચ એ સમજીને કે આનાથી મતદારો પર કોઈ અસર થતી નથી. સાત તબક્કાના હાઈ-ડેસિબલ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની ટેગલાઇન અચાનક ગુમ થઈ ગઈ અથવા ભૂલાઈ ગઈ.

છેલ્લા એક દાયકા દરમિયાન માત્ર વડા પ્રધાન તરીકે જ નહીં, બલ્કે વ્યાપક સંઘ પરિવારમાં પણ, નિરંકુશ સત્તા ભોગવતાં, બે વખત બહુમતી સરકારોના વડા બનવાના અને વર્ચસ્વની વૃત્તિથી આ એક નવું દૃશ્ય છે જેની સાથે તેમણે લડવું પડશે. વાસ્તવિકતા એ છે કે ભાજપ હવે એનડીએના સાથી પક્ષો પર ખૂબ નિર્ભર છે અને મોદીએ સરકારના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે ક્રેચ (સહારો) (તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ અને જેડી(યુ)ના વડા  નીતીશકુમાર)ને મજબૂત અને ટટ્ટાર રાખવાની છે.

2014 અને 2019માં સરકારોને મોદી-01 અને મોદી-02 સરકાર તરીકે વર્ણવવામાં આવી હતી. અચાનક, 2024ની લોકસભા ચૂંટણી પછીની ટેગલાઇન મોદી-03ને બદલે એનડીએ-03માં બદલાઈ ગઈ છે. તદ્દન પરિવર્તન અને એ હકીકતનો સ્વીકાર કે ભાજપ અને મોદી માટે રાજકીય પરિમાણ ધરમૂળથી બદલાઈ ગયું છે. સ્પષ્ટપણે મોદી સરકાર અને ભાજપ પર દબાણ દેખાઈ રહ્યું છે અને તેની પાછળ પાર્ટીને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો એ છે. મોટો આંચકો, જેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે અને અનુભવી શકાય છે, તે ઉત્તર પ્રદેશમાં, જે માત્ર નવી હિન્દુત્વની પ્રયોગશાળા જ નથી, પરંતુ જ્યાં રાજ્ય સરકારનું નેતૃત્વ ભગવા-વસ્ત્રોવાળા મુખ્યમંત્રી કરે છે, ત્યાં ભાજપા તેમના પોતાનાં ધોરણોથી ખરાબ પ્રદર્શન કરી રહી છે. યોગી આદિત્યનાથ જેઓ ધાર્મિક ધ્રુવીકરણ પર ખીલ્યા છે. મોદી-યોગીની જોડી હોવા છતાં ભાજપે રાજ્યમાં નોંધપાત્ર મેદાન ગુમાવ્યું અને ચોખ્ખા પરિણામ સાથે પાર્ટી લોકસભામાં લઘુમતીમાં આવી ગઈ.

છેવટે, એક મોટો સ્પષ્ટ ફેરફાર એ છે કે એક દાયકાનું લાંબું મૌન તૂટી ગયું હોય તેવું લાગે છે. મોદી-શાહ યુગમાં સરકાર અને પક્ષ પર મજબૂત પકડ રાખનાર અસંમતિના સ્વર હવે સંભળાય છે. તે લોકસભા ચૂંટણી અને દેશભરનાં સાત રાજ્યોની પેટા-ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન પછી ગૂંજવા લાગ્યા છે. હાલમાં તમામની નજર ઉત્તર પ્રદેશ પર કેન્દ્રિત છે જ્યાં ભાજપની અંદર જ અસંતોષનો અવાજ સંભળાઈ રહ્યો છે. વિવાદાસ્પદ મુદ્દો એ છે કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે કોણ જવાબદાર છે – પીએમ મોદી, જે લોકસભામાં વારાણસીનું પ્રતિનિધિત્વ કરે છે અથવા સીએમ યોગી આદિત્યનાથ.

શું અસંમતિનું આ યુપી મોડલ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા જેવાં રાજ્યોમાં આગળ ચાલશે, જ્યાં ભાજપે ખરાબ પ્રદર્શન કર્યું છે? મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ જેવાં મહત્ત્વનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ અને આગામી તબક્કા વચ્ચેનો કાળ મોદી અને ભાજપ બંનેના દૃષ્ટિકોણથી નિર્ણાયક છે. શું તે લોકસભા ચૂંટણી અને પેટા-ચૂંટણીના વલણ પલટાવીને ભાજપની તરફેણમાં માહોલ બનાવી શકશે? એ એક મોટું પ્રશ્નચિહ્ન છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top