દાયકાઓથી કહેવાનો આશય છેલ્લાં ઘણાં વર્ષોથી ધનિકો, મધ્યમવર્ગ સમૂહના પરિવારો અને આદિવાસીઓમાં સસ્તુ અને સુલભ એવું બળતણ કેરોસીન સહેલાઇથી મળતું હતું. સામાન્ય અનાજ-કરિયાણું વેચતા ગામઠી દુકાનદારો, દ્વવ્યરૂપ તેલ, દિવેલ, ઘી, કોપરેલ સાથે સાથે કેરોસીનનું વેચાણ પણ કરતા હતા. ચૂલામાં કરાંઠી, લાકડાં કે છાણાં ગોઠવી કેરોસીનની જરીક પિચકારી મારી દઇને અગ્નિ પેટાવતા-પ્રજ્જવલિત કરી દેતા! અંતરિયાળ ગામડાંઓમાં તો ઇલેકટ્રીસીટી મોડે મોડે આવી, તે અગાઉ રાત્રે અજવાળુ કરવા દીવો, ફાનસ, પેટ્રોમેક્ષથી અંધારા ઉલેચાતા હતા. થોડા સમયથી સરકાર માં-બાપે વ્યાજબી ભાવની દુકાનો મારફત કાર્ડધારકોને નિયત રેસીયામાં કેરોસીનનું વિતરણ કર્યું. હમણાં હમણાં સરકારને ‘બ્રહ્મજ્ઞાન’ લાદયું કે ગામડું હોય કે શહેર હવે તો બધે જ ગેસના ચૂલા-બાટલા ઘેર ઘેર વપરાતા થઇ ગયા છે. હવે કેરોસીનને હમૂળગું દફનાવીદ્યો મારા ભાઇ… ભારત કાંઇ ગરીબ-ગુરબાઓનો દેશ થોડો છે ?
કાકડવા (ઉમરપાડા) – કનોજભાઇ વસાવા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કેરોસીન વિનાનો કકળાટ
By
Posted on