સુરત (Surat) : શહેરના અડાજણ (Adajan) વિસ્તારના દિવાળી બાગ ફ્લેટ નીચે પાર્ક (Park) કરેલી એક કારમાં (Car) અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. ભરબપોરે બનેલી ઘટના બાદ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવતા આગ પર કાબુ મેળવ્યો હતો. એટલું જ નહીં પણ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે પાર્ક કરેલી મારુતિ વાન માં આગ કેવી રીતે લાગી એ જાણી શકાયું ન હતી. પરંતુ આગમાં આખી કાર બળી ને ખાખ થઈ ગઈ હતી.
સ્થાનિક રહીશ વૈશાલી બહેને જણાવ્યું હતું કે કાર માલિક ભરતભાઇ હરજીભાઈ ઠક્કર અમારા પાડોશી છે. પાર્કિંગમાંથી કાર બહાર કાઢતા હતા ત્યારે કાર નીચે આગ દેખાતા એપાર્ટમેન્ટના રહેવાસીએ ભરતભાઇનું ધ્યાન દોર્યું હતું. જોત જોતામાં કાર ભડ ભડ સળગવા લાગી ત્યારે ફાયરને જાણ કરવામાં આવી હતી.
ફાયર ઓફિસર સૂર્યવંશીએ જણાવ્યું હતું કે કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા. એક મારુતિ વાન ઓલ્ડ મોડલ સળગી રહી હતી. આગ પર પાણીનો મારો ચલાવી બર્નિંગ કારની આગને કાબુમાં લીધા બાદ તપાસ કરતા કાર સ્ટાર્ટ કરવા માટે સેલ માર્યા બાદ સ્પાર્ક થતા કારમાં આગ લાગી ગઈ હતી. કાર પેટ્રોલ-CNG હતી.