National

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરામાં વિદ્યાર્થીઓ ભરેલી બસ રસ્તા પરથી લપસી ખીણમાં પડી

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ઉધમપુરામાં (Udhampura) એક અકસ્માત (Accident) થયાના અહેવાલ સામે આવ્યા હતા. ઉધમપુર જિલ્લાના મસોરા પાસે એક મિની બસ (Bus) રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં આઠ વિદ્યાર્થીઓ (Student) ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસ બર્મિન ગામથી ઉધમપુર જઈ રહી હતી. જ્યાં રસ્તામાં બસને અકસ્માત નડ્યો હતો. રેસ્ક્યુ (Rescue) કરી ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટના વિશે વધારે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અસ્માત સવારે બન્યો હતો. જ્યાં એક મિનિ બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને ખીણમાં જઈ પડી હતી. આ અકસ્માતમાં લગભગ 10 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 8 વિદ્યાર્થીઓ છે. તે જ સમયે, હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, “ઘાયલોમાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને જમ્મુ રીફર કરવામાં આવ્યો છે. જ્યારે બાકી ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. જો કોઈની હાલત નાજુક હશે તો અમે તેને જમ્મુ રીફર કરીશું.”

આ ઘટના સવારે 8.30 વાગ્યે બની હતી
ઉધમપુરના ચીફ મેડિકલ ઓફિસર વિજયે જણાવ્યું હતું કે, “અમને ઉધમપુર ગોલ્ડી રોડ પર બરવીનથી આગળ મેટાડોરના અકસ્માતની માહિતી મળી હતી. લગભગ 10-12 લોકોને અહીં લાવવામાં આવ્યા છે. તેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેમને જમ્મુમાં રેફર કરવામાં આવ્યા છે.

પટનામાં ગંગા નદીમાં બોટમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત
પટના: બિહારની રાજધાની પટના(Patna) નજીક ગંગા નદી(Ganga River)માં એક મોટી હોડી(Boat)માં ભોજન(Food) બનાવતી(Cook) વખતે સિલિન્ડર બ્લાસ્ટ(Cylinder blast) થતા ચાર મજૂરોનાં મોત નીપજ્યા હતા. આ બોટનો ઉપયોગ ગેરકાયદે રેતી ખનન(Illegal sand mining) માટે થતો હતો. બોટમાં લગભગ 20 લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માતમાં દાઝી જતા મૃત્યુ પામેલા કામદારોના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની હતી જોકે, સ્થળ પર હાજર અન્ય બોટમાં તૈનાત મજૂરોની મદદથી મૃતકોની ઓળખ કરવામાં આવી છે. મૃતકોમાંથી એક ઝારખંડનો છે જ્યારે બાકીના સ્થાનિક રહેવાસી છે. અકસ્માતમાં અન્ય ઘણા મજૂરો ઘાયલ થયા હોવાની પણ આશંકા છે.

ગંભીર રીતે દાઝી જતા 4 મજુરોના મોત
તમને જણાવી દઈએ કે ગેરકાયદે રેતી ખનન કરતી મોટી બોટો પર મજૂરો માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કામદારો ગેસ સ્ટોવનો ઉપયોગ કરીને બોટ પર ખોરાક રાંધે છે અને ખાય છે. શનિવારે આવી જ એક બોટમાં ખોરાક બનાવતી વખતે આગ લાગી હતી. ત્યારબાદ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં બોટ પર સવાર મજૂરો જીવતા દાઝી ગયા હતા. જે પૈકી 4 મજુરોના મોત થયા છે.

Most Popular

To Top