SURAT

સુરતના કામરેજમાં સ્પામાં લાકડાના પાર્ટીશન બનાવી કુટણખાનું ચલાવાતું હતું, 3 ગ્રાહક પકડાયા

પોલીસની કડક કાર્યવાહી છતાં સુરતમાં ઠેરઠેર કુટણખાના ધમધમી રહ્યાં છે. આ વખતે કામરેજ પોલીસે અહીંના ઉમા કોમ્પલેક્સના ત્રીજા માળે ચાલતા દેહ વ્યાપારના કેન્દ્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને ત્રણ મહિલાને મુક્ત કરાવી છે.

પોલીસને મળેલી બાતમી મુજબ ઉમા કોમ્પ્લેક્સના ત્રીજા માળે સ્પાની આડમાં દુકાનમાં લાકડાના પાર્ટીશન બનાવીને દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો. પકડાયેલા આરોપીઓમાં ઉમાશંકર રસપાલ વર્મા , મોહંમદ શાબાદ મુનસીઅલી ઇદરેશી અને ગૌરવ મજમેરસિંગ ડંડોતીયાનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે, અમરોલીનો શાબાદ મુનસીઅલી મહિલાઓને બહારથી બોલાવતો હતો.

મુક્ત કરાવાયેલી મહિલાઓ સુરતના ડીંડોલી અને ભેસ્તાન વિસ્તારની છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટની કલમ 143(1)(એફ) અને 143(3) હેઠળ ગુનો નોંધ્યો છે. કામરેજ પોલીસ સ્ટેશન આ કેસમાં ફરિયાદી બન્યું છે અને વધુ તપાસ ચાલુ છે.

Most Popular

To Top