Vadodara

અંડર કેબલની કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા તંત્ર એક તરફ નગરજનોને પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી પૂરું પાડવા તદ્દન નિષ્ફળ નીવડ્યું છે.ત્યાં તો દિવસે અને દિવસે પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.શહેરના હરણી થી સમા તરફ જતા લિંક રોડ ઉપર ચાલી રહેલી અંડર કેબલની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણી રોડ પર વહી ગયું હતું.જ્યારે વેપારીઓનો સર સામાન પણ તેમાં તણાયો હતો. આ અંગે સામાજિક કાર્યકરે આડેધડ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

વડોદરા વડોદરા મહાનગર પાલિકા તંત્ર ફરી એક વખત વિવાદમાં ઘેરાયેલુ જોવા મળ્યું છે. એક તરફ લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ આડેધડ કરવામાં આવતી કામગીરીને કારણે પીવાના પાણીની લાઈનમાં છાશવારે ભંગાણ પડતા હજારો લાખો લિટર પાણીનો વ્યય થતો હોય છે ત્યારે આવી જે કામગીરી દરમિયાન મસ્ત મોટું ભંગાણ પડતા હજારો લિટર પાણી રોડ ઉપર ફરી વળતાં શિયાળામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.શહેરના હરણીથી સમા તરફ જતા લિંક રોડ વચ્ચે અંડર કેબલની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઈનમાં મસ મોટું ભંગાણ સર્જાયું હતું.

જેના કારણે હજારો ગેલન પીવાનું પાણી આજુબાજુના ખાડાઓમાં ભરાઈ ગયું હતું. સાથે સાંજ પડે છૂટક ધંધો કરતા નાના નાના વેપારીઓના વાસણો, કપડા  સહિત શાકભાજી પણ તણાઈ ગયા હતા.ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અંડર કેબલની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.સામાજિક કાર્યકરે આ અંગે અંડર કેબલિંગનું કામ કરતાં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ કામગીરી કરવાના કારણે ક્યાંક ગેસ લાઇન લીકેજ થાય છે. ક્યાંક ડ્રેનેજ લાઈન લીકેજ થાય છે અને પીવાના પાણીની લાઈનો પણ લીકેજ કરે છે.ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Most Popular

To Top